________________ જ્ઞાનસાર લેપાય છે. જેમ ચિત્રામણવાળું (વિવિધ વર્ણવાળું) આકાશ અંજનથી લેપાતું નથી, તેમ પુદગલો વડે હું લપાત નથી, એ પ્રમાણે ધ્યાન કરતો આત્મા લપાતો નથી (કર્મથી બંધાતું નથી). પરસ્પર મળવાથી સંક્રમાદિ પરિણામ વડે પુદ્ગલ સ્કન્ધ અન્ય પુદ્ગલે વડે લેપાય છે-ઉપચયવાળે થાય છે. [પુદ્ગલને બન્ધ થવામાં તેઓને પરસ્પર સંબંધ એ અપેક્ષિત નથી, પણ પુદ્ગલ દ્રવ્યને સ્વજાતિ દ્રવ્યની સાથે સ્નિગ્ધપણું અને રૂક્ષપણાને પરિણામ પરસ્પર બન્ધને હેતુ છે. એટલે સ્નિગ્ધ પરિણામવાળા અને રૂક્ષ પરિણામવાળા પુદ્ગલોને પરસ્પર બન્ધ થાય છે, પરંતુ તેમાં અપવાદ છે કે જઘન્યગુણવાળા સ્નિગ્ધ અને જઘન્ય ગુણવાળા રૂક્ષ પુદ્ગલેને પરસ્પર બંધ થતું નથી. જેમકેએકગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોને એકગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે પરસ્પર બન્ધ થતું નથી, પરંતુ એકગુણવાળા નિષ્પને દ્વિગુણ ત્રિગુણાદિ રૂક્ષ પુગલોની સાથે અન્ય થાય છે. એમ સ્નિગ્ધ અને રૂક્ષ પુગલોને વિજાતીય બન્ય કહ્યો. હવે સ્નિગ્ધ પુદ્ગલેને સ્નિગ્ધની સાથે અને રૂક્ષ પુદ્ગલોને રૂક્ષની સાથેના સજાતીય બન્ધની મર્યાદા જણાવે છે. ગુણની સમાનતા હોય ત્યારે સજાતીય-સ્નિગ્ધને ગ્નિધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે બન્ધ થતું નથી, પણ ગુણની વિષમતા હોય ત્યારે સજાતીય પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. એટલે તુલ્યગુણવાળા સ્નિગ્ધને તુલ્યગુણવાળા સ્નિગ્ધની સાથે કે તુલ્યગુણવાળ રૂક્ષને તુલ્યગુણ વાળા રૂક્ષની સાથે બન્ધ થતું નથી. પરંતુ વિષમગુણવાળા