________________ 170 નિર્લેપાષ્ટક નિગમ અને સંગ્રહ નયની અપેક્ષાએ જ જાતિથી અલિપ્ત છે. દ્રવ્યથી પરિગ્રહના ત્યાગી વ્યવહાર વયની અપેક્ષાએ અલિપ્ત છે. (જુસૂત્રનયથી નિલેપ પરિણામવાળો નિર્લેપ કહેવાય છે.) શબ્દનથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી જાણીને પરભાવને ત્યાગ કરનાર તથા તેના નિમિત્તરૂપ ધન, સ્વજન અને ઉપકરણદિમાં અનાસક્ત અલિપ્ત કહેવાય છે. સમભિરૂઢ નયથી અરિહંતાદિન નિમિત્તે વડે થતા ઘણા પ્રકારના પરિણામોથી અલિપ્ત હેવાથી મહિને ક્ષય કરનાર બારમાં ગુણસ્થાનકવતી જિન અને કેવલજ્ઞાની અલિપ્ત છે. અને એવંભૂત નયથી સર્વ વિભાવ પર્યા વડે અલિપ્ત હોવાથી સિદ્ધ ભગવંત અલિપ્ત છે. અન્ય વાચના પ્રમાણે દેશ પ્રસિદ્ધ આકાર અને રૂપ વડે અંશતઃ ત્યાગી તે નિગમ નયથી અલિપ્ત કહેવાય છે. સંગ્રહ નથી સમ્યગ્દર્શની નિર્લેપ છે, કારણ કે સત્તાથી આત્માને સર્વથા ભિન્ન જાણે છે. વ્યવહાર નયથી શ્રદ્ધા વડે અપ્રશસ્ત રાગાદિ લેપને ત્યાગ કરનાર નિલેપ કહેવાય છે. ત્રાજુસૂત્ર નય વડે પ્રશસ્ત નિમિત્તોનું રાગ રહિતપણે અવલંબન કરવાથી નિર્લેપ છે. શબ્દ નય વડે અભિસંધિજ વીર્ય અને બુદ્ધિપૂર્વક ઉપયોગ રાગાદિપે નહિ પરિણમતે હોવાથી નિલેપ છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ સર્વ ચેતના અને સર્વ વીર્ય વિભાવના સંબન્ધ રહિત થવાથી નિલેપ છે. અને એવંભૂત નય વડે પૂર્વાભ્યાસ રૂપ ચકભ્રમણના દષ્ટાન્તથી વેપગ્રાહી સર્વ પુદ્ગલના સંબન્ધ રહિત સિદ્ધનું નિરૂપણું છે. પ્રથમના ત્રણ નિક્ષેપનિંગમાદિ