________________ 166 નૃત્યષ્ટક તે વિષય અને કષાયને (વિકથાને) વધારે છે. ખરેખર ઈન્દ્રિયના સુખ દુઃખરૂપ છે અને તેથી વિરક્ત થયેલાને તે ગ્રહણ કરવા ગ્ય નથી.” જ્ઞાનથી તૃપ્ત થયેલા--પોતાના આત્મતત્વના અનુભવથી પૂર્ણ થયેલાને આત્મતત્તવમાં તન્મયતારૂપ ધ્યાનામૃતના એડકારની પરમ્પરા હોય છે. દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારના રોગરહિત અને નિર્મલ પરમાત્મ તત્વને અનુભવ એ તૃપ્તિનું લક્ષણ છે. અને તેથી તવની ભાવના, તત્વજ્ઞાન, અને તત્વના ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરમ્પરાની વૃદ્ધિ થાય છે. सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः // 8 // વિષયથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર, કૃષ્ણ વગેરે સુખી નથી એ આશ્ચર્ય છે. ચૌદ રાજલકમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ નિરંજન-કર્મમલિનતા રહિત એક ભિક્ષુ-સાધુ સુખી છે આશ્ચર્ય છે કે ઈન્દ્ર, કૃષ્ણ વગેરે ઈન્દ્રિયના સંગરૂપ મને જ્ઞ વિષયોથી તૃપ્ત થયેલા નથી. અનેક સ્ત્રીઓના વિલાસ, પરસ ભેજન, સુગંધી પુષ્પની વાસ, રમ્ય આવાસ, કમળ શબ્દનું શ્રવણ, સુન્દર રૂપનું અવલોકન ઇત્યાદિ ભેગે ઘણો કાળ ભેગવવા છતાં તૃપ્તિ પામ્યા 1 વિષયાતૃ =વિષયથી નહિ તૃપ્ત થયેલા. રૂપેર =ઈન્દ્ર, કૃષ્ણ વગેરે. ૩=પણ યુવા=સુખી. ન=નથી. હો એ આશ્ચર્ય છે. રોવે જગતમાં. જ્ઞાનતૃત =જ્ઞાનથી તૃપ્ત થયેલ. નિરકન:=કમેલ રહિત. g=એક. મિg:સાધુ. સુર્યા સુખી છે.