________________ " જ્ઞાન સાથે 157 કરી છે તેની પેઠે જાણવી. અહીં કારણરૂપે નામ વગેરે ત્રણ નિક્ષેપ નગમાદિ નયને માન્ય છે. વાસ્તવિક રીતે શબ્દાદિ નયને માન્ય ભાવનિક્ષેપરૂપ તૃપ્તિ ગ્રહણ કરવા ગ્ય છે. તે સાધનકાળે અપવાદથી ઉત્પન્ન થયેલી અને સિદ્ધ અવસ્થામાં ઓત્સગિક તૃપ્તિ ગ્રહણ કરવા ચગ્ય છે. હવે તે તૃપ્તિ સંબન્ધ કહે છે– સાવદ્ય-પાપયુક્ત ભાષા નહિ બેલનારા, પિતાના આત્માના અનુભવમાં લીન થયેલા, મુનિ યથાર્થ પિતાને અને પરપદાર્થના સ્વરૂપને પ્રકાશ કરનાર જ્ઞાનામૃતનું પાન કરીને, એટલે શુદ્ધ, અત્યન્ત, નિરવચ્છિન્ન જ્ઞાનધારા વડે પરીક્ષા કરાયેલા હેય અને ઉપાદેય વસ્તુના અવકનને ઉપયોગ કરીને, શુભગની પ્રવૃત્તિરૂપ કિયા એટલે તરવના પ્રગટ થવાથી રાગદ્વેષાદિ વિભાવના અભાવ વડે ભાવિત ચેતના અને શ્રદ્ધાપૂર્વક વિર્યની પ્રવૃત્તિ, તે રૂપ કલ્પવલ્લીના ફળને એટલે સ્થિરતાથી આત્માના અનુભવ રૂપ ફળને ખાઈને શુભ અને અશુભ પુદ્ગલાદિમાં સમભાવરૂપ તાબૂલને આસ્વાદીને ઉત્કૃષ્ટ તૃપ્તિ પામે છે. સાંસારિક ઉપાધિરૂપ પુદ્ગલથી ઉત્પન્ન થયેલ વિભાવ વડે ભાવિત છે આત્મા જેને એવા, અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસલ્કિયામાં રાગ-દ્વેષ સહિત એવા આત્માને, જગતની એઠ જેવા અને નહિ જોગવવા લાયક વર્ણદિના અનુભવમાં મગ્ન હોવાથી જે આરેપિત તૃપ્તિ થાય છે, તે ખરેખર તૃપ્તિ નથી, કારણ કે તેની પ્રાપ્તિ થયા છતાં પણ તૃષ્ણ વધતી જાય છે અને તેથી તૃપ્તિ થતી નથી. નિરન્તર આનન્દના અનુભવથી જ તૃપ્તિ થાય છે. એથી જ