________________ જ્ઞાનસાર 153 કે અનાભોગથી કરાયેલી, તથા એક ગુણના પ્રકર્ષ (ઉત્કર્ષ) કરનારી આસંગદેષવાળી ક્રિયા ઈષ્ટ નથી.” વિષ, ગર અને અન્યોન્યાનુષ્ઠાનના ત્યાગથી શ્રીમદ્ રીતરાગ ભગવંતના વચનને અનુસારે ઉત્સગ અને અપવાદની અપેક્ષાવાળી વચનાનુષ્ઠાન ક્રિયા કરવાથી નિવિકલ્પ અને સહજ સ્વરૂપ અસંગ ક્રિયાને વેગ પામે છે. વચનક્રિયાવાળ અનુક્રમે અસંગકિયા પામે છે એ તાત્પર્ય છે. તે અસંગક્રિયા જ જ્ઞાનક્રિયાની અભેદભૂમિ જાણવી. અસંગક્રિયા રૂપ ભાવકિયા શુદ્ધો પગ અને શુદ્ધ વીલ્લાસના તાદાભ્યભાવને ધારણ કરે છે. “જ્ઞાન અને વિર્યની એકતા જ જ્ઞાન-કિયાને અભેદ છે. એ કથનથી “જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી નિરનુષ્ઠાન (વચનાનુષ્ઠાન) રૂપ કિયા કરવી જોઈએ એમ જણાવ્યું. તત્વજ્ઞાની ક્રિયાને નિષેધ કરતા નથી, પરંતુ ક્રિયાદિ શુદ્ધ રત્નત્રયીરૂપ ધર્મનું સાધન કરવામાં કારણ હોવાથી ધર્મરૂપે માને છે. મુખ્ય ધર્મ તે આત્મામાં જ છે. એ સંબધે પૂજ્ય હરિભદ્રસૂરિએ દશવૈકાલિક સૂત્રની ટીકામાં કહ્યું છે. “ધર્મrષના ધર્મ” ધર્મનું સાધન હોવાથી ધર્મ છે. એથી દ્રવ્યક્રિયાને ધર્મરૂપે અંગારવૃષ્ટિ નામને ચિત્તને દોષ છે. જેમકે સામાયિક કરતે હોય ત્યારે તેને જિનપૂજામાં પ્રીતિ થવી. અહીં પ્રસ્તુત અનુદાનમાં અનાદર હોવાથી તે દેવરૂપ છે. જે ક્રિયા કરતો હોય તેમાં “આ જ સુન્દર છે એવા એક ગુણના પ્રકર્ષવાળી ક્રિયા આસંગદાયુક્ત છે. આ સંગદેવ સહિત ક્રિયા ગૌતમસ્વામીની ગુરુભક્તિના દષ્ટાન્તથી તે જ ગુણસ્થાનકમાં સ્થિતિ કરાવે છે, પણ મેહના નાશ દ્વારા કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે સમર્થ થતી નથી.