________________ જ્ઞાન સાથે - તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમસ્થાન તો કેવલજ્ઞાનીને સ્થિર રહે છે. તેથી સ્વધર્મને પ્રગટ કરવાનું કારણ હોવાથી જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ-વિસ્તાર માટે, પરંતુ આહાર વગેરે પંદર સંજ્ઞા નિમિત્તે નહિ, તથા ગુણથી પડી ન જવાય તે માટે સવૃત્તિરૂપ ક્રિયા કરવી જોઈએ. ક્રિયારહિત સાધકપણામાં રહેવાને અસમર્થ છે. કારણ કે વીર્યનું ચપલપણું છે. ક્રિયાવાળાને સક્રિયામાં જોડેલું વીર્ય પડવા માટે થતું નથી. અન્યથા અનાદિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયેલે જીવ ગુણથી પતિત થાય છે અને ક્રિયા વડે ઉત્તરોત્તર વિશુદ્ધ સ્થાનને પ્રાપ્ત થાય છે એમ આગમમાં સંભળાય છે. એક અપ્રતિપાતી (નહિ પડવાના સ્વભાવવાળું) પૂર્ણ સ્વરૂપની એકતારૂપ સંયમસ્થાન જિનેને એટલે ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રવાળાને હોય છે, બીજાને હોતું નથી. આ હેતુથી સાધકે નવીન ગુણોની વૃદ્ધિ માટે ક્રિયા કરવી જોઈએ. માટે નિર્ગથે વનમાં વસે છે, ચિત્યની યાત્રા માટે નન્દીશ્વરાદિ દ્વીપમાં જાય છે, શરીરના મમત્વનો ત્યાગ કરે છે, નાય નહિ પડવા માટે. ત્રિક્રિયા. યુતિ કરવી જોઈએ. પૂર્વએક. સંચમાને તુ સંયમનું સ્થાનક તે. નિનાનાં-કેવલજ્ઞાનીને. વતિ= રહે છે. + 1 આહાર, ર ભય, 3 મિથુન, અપરિગ્રહ, 5 ક્રોધ, 6 ભાન, 7 માયા, 8 લોભ, 9 ઘ, 10 લોક, 11 સુખ, 12 દુઃખ, 13 મોહ, 14 શેક, 15 જુગુપ્સા અને 16 ધર્મએ સોળ સંજ્ઞાઓ છે. તેમાં ધર્મસંજ્ઞા સિવાયની પંદર સંજ્ઞા અહીં લેવી.