________________ 150 કિયાષ્ટક ચારિત્રને અનુસરતા વીર્યને થોપશમ થવાથી જે વન્દન–નમસ્કારાદિ ક્રિયા કરાય છે તે ક્રિયાથી પતિત-ગુણથી પરાડમુખ થએલા જીવને પણ ફરીથી તે ભાવની વૃદ્ધિ થાય છે. (એ સંબધે ‘વાયોવામિામ ઇત્યાદિ ગાથા અને તેને અર્થ ઉપર આવી ગયેલ હોવાથી અહીં આપવામાં આવેલ નથી.) ઔદયિક ભાવમાં કિયા થાય છે, પરંતુ તેવા પ્રકારના ગુણની વૃદ્ધિ કરનારી થતી નથી. ઉચ્ચગોત્ર, સુભગનામ, આદેયનામ અને યશનામકર્મના ઉદયથી તથા અન્તરાય કર્મના ઉદયથી ઔદયિકી કિયા થાય છે “ઉચ્ચગોત્રના ઉદયથી તપ અને શ્રુત આદિને લાભ થાય છે તે પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. જ્ઞાનાવરણ, દશનાવરણ, દર્શનમેહનીય, ચારિત્રમેહનીય અને અન્તરાય કર્મના ક્ષપશમથી શુદ્ધ ધર્મને પ્રગટ કરવાને માટે જે ક્રિયા થાય છે તે આત્માના ગુણને પ્રગટ કરનારી છે. હવે તે જ બાબતને દર્શાવે છે - गुणवृद्धथै ततः कुर्यात् क्रियामस्खलनाय वा। एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते // 7 // 1 "उच्चागोत्तस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्ठविहे अणुभावे पन्नत्ते। तं जहा-१ जातिविसिट्ठया, 2 कुलविसिट्ठया, 3 बलविसिट्ठया, 4 रूवविसिट्ठया, 5 तवविसिट्ठया, 6 सुयविसिट्ठया, 7 लाभविसिट्ठया, 8 રૂરિયવિલિયા " જીવે બાંધેલા ઉચ્ચગાત્ર કર્મને યાવત આઠ પ્રકારને વિપાક કહે છે. તે આ પ્રમાણે-વિશિષ્ટ જાતિ, કુલ, બલ, રૂપ, તપ, બુત, લાભ અને એશ્વર્યા. જુઓ પ્રજ્ઞાપના પદ 26 5. 459 2 તતઃ=તેથી. ગુણવૃદ્ધચૈ ગુણની વૃદ્ધિ માટે. વા=અથવા. ગd