________________ 148 કિયાષ્ટક “તે માટે વ્રતનું નિત્ય સ્મરણ, ગુણી જનેનું બહુ માન, વ્રતના પ્રતિપક્ષની જુગુપ્સા, પરિણામની આલોચના, તીર્થકરની ભક્તિ. સુસાધુ પુરુષની સેવા અને ઉત્તર ગુણની શ્રદ્ધા વડે અહીં સદા પ્રયત્ન કરવા યોગ્ય છે. એ પ્રમાણે કરનારને જે ભાવ ઉત્પન્ન ન થયો હોય તો થાય છે અને થયું હોય તો તે કદી પણ પડતું નથી, તેથી બુદ્ધિમાન પુરુષે અહીં પ્રમાદને ત્યાગ કરવો, સાવધાન થવું.” સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, માર્દવ-નમ્રતા, આવ-સરલતા આદિ ગુણવાળા પુરુષોનું બહુમાન, પિતાનાથી અધિક ગુણવાળાને આદર, આદિશબ્દથી દોષને પશ્ચાત્તાપ, પાપની જુગુપ્સા, અતિચારનું આલોચન, દેવ, ગુરુ અને સાધમિકની ભક્તિ, ઉત્તરગુણોની પ્રાપ્તિ વગેરે બધું ગ્રહણ કરવું. વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું સ્મરણ, નવીન પ્રત્યાખ્યાન, સામાયિક, ચતુવિંશતિસ્તવ, ગુરુવંદન, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પચ્ચખાણ વગેરેના હમેશાં સ્મરણ વડે સકિયા-શુભકિયા થાય છે. (આ સંબધે પૂજ્ય હરિ ભદ્રાચાર્યવિરચિત વિંશતિકાની ત્રણ ગાથાઓ તથા તેને અનુવાદ ઉપર ભાષાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં આપવામાં આવેલ નથી.) "सुहपरिणामो णिच्च चउसरणगमाई आयरं जीवो। कुसलपयडीओ बंधइ बद्धाओ सुहाणुबंधाओ॥" चउसरणपइन्नयं. गा० 59 “હમેશાં ચાર શરણનું ગ્રહણ કરવું ઇત્યાદિનું આચરણ કરતે શુભ પરિણામવાળે જીવ કર્મની શુભ પ્રકૃતિઓ બાંધે