________________ N 142 કિયાષ્ટક એવભૂત નયથી તત્વની એકતા અને વિયની ઉત્કટતાને સહાયક ગુણના પરિણમનરૂપ ક્રિયા કહેવાય છે. અહીં મોક્ષમાર્ગના સાધકને માટે સાધનરૂપ ક્રિયાને અવસર છે. કારણ કે જ્ઞાન અને ચારિત્રથી મોક્ષ થાય છે. તેથી ગુણની પ્રવૃત્તિરૂપ સ્વરૂપનું ગ્રહણ અને પરભાવના ત્યાગરૂપ ક્રિયા મેક્ષની સાધક છે. માટે તત્વને જાણી પરમાર્થની સાધના માટે સમ્યક ક્રિયા કરવા ગ્ય છે અને તેને માટે આ ઉપદેશ છે-ક્ષાયિક સમ્યત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જિનેક્ત તત્ત્વમાં નિઃશંકપણું વગેરે આઠ પ્રકારના દર્શનાચારની સેવા કરવી, કેવલજ્ઞાન સુધી કાળ, વિનયાદિ જ્ઞાનાચારનું નિરંતર પાલન કરવું, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પર્યત ચારિત્રાચારની સેવા કરવી. પરમ શુક્લધ્યાન સુધી તપ આચારનું પાલન કરવું. સર્વ સંવર સુધી વીર્યાચારની સાધના અવશ્ય કરવી. પાંચ પ્રકારના આચાર સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દશનથી જ સ્વગુણની પ્રવૃત્તિ રૂપ ક્રિયા દર્શનાદિ ગુણની વિશુદ્ધિ માટે થાય છે, તે નિમિત્તનું અવલંબન કરી પ્રવૃત્તિ કરવી તે આચાર. એ હેતુથી ગુણની પૂર્ણતા થાય ત્યાં સુધી આચાર સેવવા ગ્ય છે. કેમકે આચારથી ગુણેની પૂર્ણતા થાય છે અને પૂર્ણ ગુણવાળાની આચરણ તે બીજાના ઉપકાર માટે છે. એ હેતુથી કહે છે યથાર્થ તત્ત્વના સ્વરૂપને જાણનારા જ્ઞાની, મેક્ષ સાધનને અનુકૂલ ગની પ્રવૃત્તિરૂપ અથવા આત્માના ગુણને અનુકૂલ વીર્યની પ્રવૃત્તિરૂપ ક્રિયાને વિશે તત્પર, શાન્ત