________________ જ્ઞાનસાર 14 રમણ કરવારૂપ છે. તેમાં ચારિત્ર અને વીર્યગુણની અભેદ પરિણતિ તે ક્રિયા. તે સાધક ક્રિયા છે. આ અનાદિ જગતમાં કાયિકી વગેરે અશુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિથી સંસાર થર્યો છે અને તે જ સંસાર વિશુદ્ધ સમિતિ, ગુપ્તિ વગેરે તથા વિનય–વૈયાવૃત્ય આદિ સન્ક્રિયા કરવાથી નિવૃત્ત થાય છે. તેથી સંસારને નાશ કરવા માટે સંવર અને નિર્જરારૂપ ક્રિયા કરવા યોગ્ય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યક્રિયા શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારની છે. તેમાં સ્વરૂપને અનુકૂલ ગની પ્રવૃત્તિ રૂપ શુદ્ધ કિયા અને કાયિકી વગેરે કિયા તે અશુદ્ધ ક્રિયા છે. ભાવકિયા વિર્યની પ્રવૃત્તિ રૂપ છે. પૌગલિક ભાવને અનુકૂલ ઔદારિકાદિ કાયવ્યાપારને સન્મુખ વીર્યની પ્રવૃત્તિ તે અશુદ્ધ ભાવક્રિયા, અને પિતાના ગુણોનું સ્વરૂપે પરિણમન થવામાં નિમિત્તભૂત વીર્યવ્યાપારરૂપ કિયા તે શુદ્ધ ભાવક્રિયા. તેમાં નગમ નય વડે ક્રિયાને સંક૯૫ તે ક્રિયા કહેવાય છે. સંગ્રહ નયથી બધા સંસારી જીવો સક્રિય છે. વ્યવહાર નથી શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી કિયા કહેવાય છે. અજુસૂત્ર નયથી કાર્ય સાધન માટે જેમાં ગની પ્રવૃત્તિ મુખ્ય છે એવી વીર્યના પરિણામરૂપ ક્રિયા છે. શબ્દનય વડે વીર્યશક્તિની પ્રવૃત્તિરૂપ કિયા કહેવાય છે, સમભિરૂઢ નય વડે ગુણની સાધના માટે કરવા યોગ્ય સર્વ વ્યાપાર તે કિયા. 1 નૈગમ સંકલ્પગ્રાહી છે અને સંગ્રહનત્ય સત્તાગ્રાહી છે. જેમ પ્રસ્થના સંકલ્પથી જંગલમાં લાકડું લેવા જનાર “પ્રસ્થ માટે જાય છે એ વ્યવહાર થાય છે, તે નૈગમ નયનો વિષય છે.