________________ જ્ઞાનસાર 15 અને આધ્યાત્મિભાવથી પૂર્ણ છે. તેમની બધી કૃતિઓને સંગ્રહ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે શ્રીમદ્ દેવચંદ્ર ભાગ પહેલા અને બીજામાં છપાવી પ્રગટ કર્યો છે. - તેમનું જીવનવૃત્તાન્ત અનુપલબ્ધ હતું, પરંતુ તેમના શિષ્ય તેમના મૃત્યુબાદ તેર વરસે સં. 1825 માં દેવવિલાસની રચના કરી છે, તે પ્રાપ્ત થતાં તેમના જન્મ આદિ સંબધે ચક્કસ હકીકત મળી છે તેના ઉપરથી તેમના જીવન સંબન્ધી સંક્ષિપ્ત વૃત્તાન્ત અહીં આપવામાં આવેલ છે. મારવાડના બીકાનેર પાસેના ચંગ નામે ગામમાં લુણીયા ગેત્રના ઓસવાળ તુલસીદાસજી રહેતા હતા. તેને ધનબાઈ નામની પત્ની હતી. એક વખતે ત્યાં રાજસાગર ઉપાધ્યાય આવ્યા. તેમને વંદન કરવા માટે દંપતી ગયાં. ગુરુને વંદન કરીને ધનબાઈએ કહ્યું કે જે મારે પુત્ર થશે તે હું આપને ભાવપૂર્વક અર્પણ કરીશ. વિ. સં. ૧૪૬માં ધનબાઈએ પુત્રને જન્મ આપે, અને તેનું નામ દેવચંદ્ર પાડ્યું. તે આઠ વર્ષને થશે ત્યારે ત્યાં વિહાર કરતા રાજસાગર ઉપાધ્યાય આવ્યા અને તેમને માતપિતાએ પિતાના પૂર્વના સંકલ્પ પ્રમાણે દેવચંદ્રને અર્પણ કર્યો. ત્યારબાદ રાજસાગર ઉપાધ્યાયે વિ. સં. ૧૭૫દ માં દેવચંદ્રને પ્રથમ દીક્ષા આપી તથા જિનચન્દ્રસૂરિએ વડી દીક્ષા આપી અને તેમનું નામ રાજવિમલ રાખ્યું. પછી રાજસાગર ઉપાધ્યાયે દેવચંદ્રજીને સરસ્વતીને અન્ન આપે, 1 દેવચંદ્રજીનું જીવનવૃત્તાન્ત દેવવિલાસ અને તેની શ્રી મેહનલાલ દેસાઈની પ્રસ્તાવના ઉપરથી લખવામાં આવ્યું છે.