________________ જ્ઞાનસાર 135 mune , ધ્યાનને લાભ થાય ત્યાં સુધી અને વીર્યાચારની સેવા વીર્યની સર્વથા શુદ્ધિ થાય ત્યાં સુધી કરવાની છે. એ શુદ્ધ સંક૯૫પૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સંકલ્યહીન કર્મ ફળે નહિ, એ શુભપયોગ દશામાં સવિકલ્પ ત્યાગીની મર્યાદા કહી, જ્યારે વિકલ્પરહિત ત્યાગ થાય છે ત્યારે વિકલ્પ નથી તેમ પરિસ્પન્દાદિક ક્રિયા પણ નથી. ગુણની વૃદ્ધિ માટે જેનું આચરણ-પાલન કરાય તે - આચારો. તેમાં ગ્ય કાળે ભણવું, ગુરુને વિનય કરે, ઈત્યાદિ જ્ઞાનાચાર, તવમાં નિઃશંક થવું ઈત્યાદિ દર્શનાચાર, સમિતિ ગુપ્તિ વગેરે ચારિત્રાચાર, બાહ્ય અને અભ્યન્તર તપનું ગ્લાનિ સિવાય કરવું તે તપાચાર, શક્તિને છુપાવ્યા સિવાય સદનુષ્ઠાનમાં વીર્યની પ્રવૃત્તિ તે વીર્યાચાર. તે બધા જ્ઞાનાચારાદિ આચારો પણ શુદ્ધ પિતપોતાના પદની મર્યાદા સુધી પાલન કરવા ગ્ય છે એટલે શુભપયોગ દશામાં જ્યાં સુધી સવિકલ્પપણું છે ત્યાં સુધી ઈષ્ટ છે. “આ ત્યાગ કરવા ગ્ય છે, આ ગ્રહણ કરવા ગ્ય છે એવા વિક૯૫ રહિત ત્યાગદશામાં સ્વાભાવિક સ્વરૂપની તન્મયતામાં વિકલ્પ હોતા નથી અને બલ–વીર્યની પ્રવૃત્તિ રૂપ કિયા પણ હોતી નથી. ત્યાં સ્વરૂપના અવલંબન કરનાર ગુણની પ્રવૃત્તિમાં વિર્ય પોતાના ક્ષેત્રમાં જ રહેલું હોવાથી ચલનાદિ કિયા થતી નથી, પરંતુ પરભાવનું ગ્રહણ હોય છે ત્યારે પરભાવના ગ્રાહક પણે અભિમુખ થએલા વિયની પ્રવૃત્તિમાં કાર્યના નિકટવતી પણાને લીધે વિયેની વિષમતા થવાથી ચલનાદિ રૂપ ક્રિયા હોય છે. આથી સ્વરૂપમાં મગ્ન થએલાને પોતપોતાના પ્રદેશમાં વ્યાપ્ત થએલા ગુણેની તે તે પ્રદેશમાં