________________ 130 ત્યાગાષ્ટક એ અતાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. તાત્વિકધર્મસંન્યાસ તે ક્ષપકશ્રેણમાં આઠમે ગુણસ્થાનકે હાય. કહ્યું છે કે “હિતી પૂર્વ પ્રથમસ્તાવિ મત " પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વ લાભનું અને બીજું અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકનું જાણવું. ત્યાં પ્રથમક્ત ધર્મસંન્યાસ તાત્વિક–પારમાર્થિક હોય. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં એ જ બાબત કહેવામાં આવી છે. ચન્દનને ગન્ધ સરખા ઉત્તમ ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના અભેદરૂપ સહજ સ્વધર્મના પરિણામસ્વરૂપ ધમસંન્યાસને પ્રાપ્ત કરીને ક્ષાપશમિક-જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ રૂપ અને સત્સંગ–દેવ-ગુરુના પ્રસંગથી ઉત્પન્ન થએલા ધર્મો પણ ત્યાગ કરવા ગ્ય છે. ઉત્તમ ધર્મ સંન્યાસ ચન્દનના ગન્ધ તુલ્ય છે, તેલાદિકની સુગન્ધ અન્ય સુગન્ધી પુષ્પ વગેરે પદાર્થને સંસર્ગથી પુરુષાદિન નિમિત્તે થાય છે અને ચંદનમાં સુગધ સહજરૂપે–તાદામ્યરૂપે સ્વાભાવિક ઉત્પન્ન થએલી છે. આથી આત્મામાં પિતાનું સ્વરૂપ સ્વાભાવિક હોવાથી ધર્મને પરિણામ સહજ છે, પરંતુ તે અશુદ્ધતાથી ઢંકાયેલ છે અને તે સદ્ગુરુરૂપ નિમિત્ત મળવાથી પ્રગટ થાય છે. તેમાં પ્રથમ જીવ સવિકલ૫૫ણે સાંભળેલ જિનપદેશાદિ નિમિત્તની અપેક્ષાથી સમ્યગ્દર્શનાદિને પ્રગટ કરે છે. ત્યારબાદ વૃદ્ધિ પામતા તે સમ્યગ્દર્શનાદિ ગુણેથી નિમિત્તાદિની અપેક્ષા વિના નિવિકલ્પ રત્નત્રયોને અભેદરૂપ ગુણપરિણામ સહજ ધર્મપરિણામરૂપે પરિણમે છે, ત્યારે સવિકલ્પ સાધના