________________ જ્ઞાનસાર 127 “અહે! મારે પુણ્યાંકુર સફળ થયે. અહે! આજ મારે અમૃતની વૃષ્ટિ થઈ કે વીતરાગનું દર્શન થયું. એમ અનુદન કરતે પાંચ અભિગમપૂર્વક તીર્થકરના ચરણે વાંદીને સ્તુતિ કરતે ઉભે છે, તેટલામાં ચારિત્રમેહના ક્ષપશમ વડે વિરતિના પરિણામવાળે થઈને કહે છે-હે નાથ! હે અશરણના શરણરૂપ ! હે મહાસાર્થવાહ! હે ભવસમુદ્રના નિર્ધામક ! મને સામાયિકને ઉપદેશ કરે, જેથી મારા કષાયને ક્ષય થાય.” એ પ્રમાણે કહ્યું એટલે અરિહતે સામાયિક આપ્યું. વ્રત ગ્રહણ કરીને તે શ્રમણ થયે, તેટલામાં આયુષને ક્ષય થવાથી તે કુમારશ્રમણ મૃત્યુ પામ્યું. ત્યારબાદ તેને પિતા રાજા પરિવાર સહિત ત્યાં આવ્યા. પિતાના પુત્રને મૃત્યુ પામેલે જાણે ખેદ પામ્યો. માતા પણ વિલાપ અને રુદન કરવા લાગી. એટલામાં તે સુભાન કુમારને જીવ દેવપણું પામી તુરત તીર્થકરની પાસે આવ્યો. અને માતાપિતાને વિલાપ કરતાં જોઈને કહે છે કે “એવું કયું દુઃખ છે કે તમે પરમ સુખ આપનારા જિનચરણોને પ્રાપ્ત કરીને રુદન કરે છે ત્યારે માતાપિતા બોલ્યાં કે–અમારે અત્યન્ત વહાલે પુત્ર મરણ પામે છે તેથી અમને તેને વિરોગ થયો છે, તેના વિયેગનું દુખ દુસહ છે. ત્યારે દેવે કહ્યું કે રાજન ! તે કુમારનું શરીર પ્રિય છે કે તેને જીવ પ્રિય છે? જે જીવ પ્રિય છે તે તે હું જ છું, મારા ઉપર રાગ કરે. જે તેનું શરીર પ્રિય હોય તો તેના આ શરીર ઉપર રાગ કરો. વળી કહે કે તમારે પુત્ર ક્યાં છે, શરીરમાં છે કે જીવમાં છે?