________________ ગાવસાર ટીકામાં અને પં, ગંભીરવિજયજીની ટીકામાં મળતું નથી. એ રીતે તેમણે જ્ઞાનસારનું તાત્પર્ય ઘણે સ્થળે સ્પષ્ટપણે બતાવ્યું છે. ભાષાના સંબધે છેવટે તેમણે લખ્યું છે કે “આ બાલબધ બાળકને લાળ ચાટવા જેવો નીરસ નથી, પણ યુક્તિના સમૂહરૂપ અમૃતના પ્રવાહ તુલ્ય છે તેથી તેને આસ્વાદ લઈ મેહરૂપ હાલાહલની શાતિ થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ.” જ્ઞાનસાર ઉપરને બાલાવબોધ વિદ્વાનોને પ્રિય એવી સંસ્કૃત ભાષામાં ન લખતાં પ્રાકૃત (ગુજરાતી) ભાષામાં કેમ લખે તેને ઉત્તર પણ તેમણે ભાષાથને છેવટે આપ્યો છે કે"आतन्वाना भारती भारती नस्तुल्यावेशा संस्कृते प्राकृते च। शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां भाषामेदो नैव खेदोन्मुखः स्यात्॥" પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી તથા સંસ્કૃત અને પ્રાકૃત-લોકભાષામાં સમાન પ્રયત્નવાળી યુક્તિરૂપ મુક્તાફળોની જન્મભૂમિ છીપ જેવી સરસ ઉક્તિરૂપ અમારી વાણી છે, તેથી ભાષાને ભેદ ખેદજનક થતો નથી.” તાત્પર્ય એ છે કે સંસ્કૃત ભાષા કે લોકભાષામાં ગ્રન્થની રચના હેય પરંતુ તેમાં યુક્તિ હોય તે તે રચના લોકોને આદરણીય થાય છે. છેવટે તેમણે જણાવ્યું છે “શ્રીયશવિજય વાચકે સુરજીના પુત્ર શાન્તિદાસના હૃદયને આનન્દ આપવાના વિનેહથી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વિશ્રાન્તિ આપનાર આ ભાષાથની રચનાને શ્રમ (પ્રયત્ન) કર્યો છે.” જ્ઞાનમંજરી-જ્ઞાનસારના વિષયને પુષ્ટ કરવાના હેતુથી