________________ ઇન્દ્રિયજયાષ્ટક હરણ કરવામાં ચોર જેવી ઈન્દ્રિયો વડે નમિ રાજર્ષિ, ગજ સુકુમાલ વગેરેની પેઠે જે જિતાયે નથી-જે ઈન્દ્રિયને આધીન થયું નથી તે ધીર પુરુષમાં પ્રથમ ગણાય છેવખાણાય છે. એ સંબધે કહ્યું છે કે - धन्यास्ते ये विरक्ता गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः, योगाभ्यासे विलीना गिरिवनगहने यौवनं ये नयन्ति / तेभ्यो धन्या विशिष्टाः प्रबलवरवधूसंगपश्चाग्नियुक्ताः, नैवाक्षौघे प्रमत्ताः परमनिजरसं तत्वभावं श्रयन्ति // 1 // જેઓએ વિરક્ત થઈ અને ગુરુના વચનમાં રક્ત થઈને સંસારના ભોગે ત્યાગ કરેલ છે, જેઓ યુગના અભ્યાસમાં તલ્લીન થઈ પર્વત અને વનના ગહન પ્રદેશમાં પિતાનું યૌવન વ્યતીત કરે છે તેઓને ધન્ય છે. પરંતુ જેઓ ઉત્તમ વધૂના સંગ રૂપ પ્રબલ-ઉત્કટ પંચાગ્નિ યુક્ત હોવા છતાં ઈન્દ્રિયોના સમૂહમાં પ્રમાદી નહિ થતાં પરમ આત્માના અનુભવ રૂપ તત્વજ્ઞાનને આશ્રય કરે છે તેઓ તેનાથી પણ ધન્ય છે અને ઉત્તમ છે.” અહો ! પૂર્વ ભવમાં અનુભવેલ સમભાવના સુખનું સ્મરણ થવાથી લવસત્તમ દે અનુત્તર વિમાનના સુખને ગણતા નથી, વિષયના સ્વાદને ત્યાગ કરવાને અસમર્થ 1 ઉપશમણિને પ્રાપ્ત થએલા મુનિઓ આયુષને ય થવાથી ઉપશમ શ્રેણિથી પડીને અનુત્તરવિમાનવાસી દેવ થાય છે. જે તેનું સાત લવનું આયુષ અધિક હોત તો તેઓ આત્મિક વિશુદ્ધિના બળથી ક્ષપકશ્રેણિ ઉપર ચઢી કેવલજ્ઞાન પાસે મોક્ષે જાત. તે લવસત્તમ દેવો કહેવાય છે.