________________ જ્ઞાનસાર - 115 સ્વરૂપ છું એ નિશ્ચય કરી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માને આત્મસ્વરૂપે જાણતે રાગાદિ પર ભાવોને પરરૂપે નિર્ધારણ કરતે સમ્યગ્દષ્ટિ અન્તરાત્મા કહેવાય છે. તે જ જીવ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે નિર્ધારણ કરેલા તત્ત્વસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થાય ત્યારે પરમાત્મા, પરમાનન્દમય અને સંપૂર્ણ પ્રગટ થએલા સ્વધર્મને ભોગી સિદ્ધ થાય છે. તેથી મિથ્યાત્વને ત્યાગ કરી આત્મ સ્વરૂપને ઉપભેગ કરવાથી એઠવાડ, મેલ અને કાદવના જેવા વિષયેને છેડે છે. કહ્યું છે કે "विसयविसं हालाहलं, विसयविसं उकडं पीयंताणं / विसयविसाइन्नं पिव, विसयविसविसुइया होई" // उपदेशमाला० गा० 213 "कामभोगग्रहो दुष्टः कालकूटविषोपमः / तव्यामोहनिवृत्यर्थमात्मभावोऽमृतोपमः॥" વિષયરૂપ વિષ સંયમરૂપ જીવિતને નાશ કરનાર હોવાથી હાલાહલ-ઝેર સમાન છે, એ વિષયવિષનું ઉત્કટપણે પાન કરનારને વિષયરૂપ વિષથી અજીર્ણની પેઠે વિષયવિષની વિશુચિકા (ઝાડા-ઉલટી) થાય છે.” “કામગ દુષ્ટ ગ્રહરૂપ છે અને કાળકૂટ ઝેર સમાન છે. તેને વ્યામોહ (બ્રાન્તિ) દૂર કરવા માટે આત્મભાવ અમૃતતુલ્ય છે.” આ હેતુથી આત્મસ્વરૂપના અનુભવથી –સંતુષ્ટ થા.