________________ 104 શમાષ્ટક સ્વયંભૂરમણ– અર્ધ રજજુપ્રમાણ છેલા સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિશીલ-વધવાના સ્વભાવવાળે સમતારસ-ઉપશમ રસ જેને છે એવા મુનિની જે વડે સરખામણી કરી શકાય એ કઈ પણ ચરાચર-જગતમાં નથી, અર્ધ રજજુ પ્રમાણ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરનાર અને પ્રતિ સમય વધતો સમતારસ જેને છે એવા પ્રકારના, ત્રણે કાળે વિષયાતીત થએલા–એટલે અતીતકાલના રમ્ય વિષયના સ્મરણના અભાવવાળા, વર્તમાનકાળે ઈન્દ્રિયને ગોચર-પ્રાપ્ત થએલા વિષયમાં રતિના અભાવવાળા, અને અનાગતકાળના મનોજ્ઞ વિષયની ઈચ્છા રિહિત એવા મુનિ છે, તેની સાથે જે ઉપમાન વડે સરખામણી કરી શકાય એ કોઈ પણ પદાર્થ આ ચરાચરે વિશ્વમાં નથી. કારણ કે બધું અચેતન પુદ્ગલસ્કન્ધથી ઉત્પન્ન થએલ અને મૂર્તરૂપી છે. તેને સ્વાભાવિક, શાશ્વતિક અને નિરુપમ ચરિતવાળા શમભાવરૂપ એવા સમતારસ સાથે શી રીતે સરખાવાય? કારણ કે સમતાસ દુર્લભ છે અને તે સર્વ જગતના શુભ અને અશુભ ભાવથી પર હોવાને લીધે તેમાં રાગ દ્વેષરહિતપણે વૃત્તિરૂપ શુદ્ધ આત્માને અનુભવ છે. એ સંબધે કહ્યું છે કે - "वंदिज्जमाणा न समुक्कसंति हिलिजमाणा न समुज्जलंति / दंतेण चित्तेण चरति धीरा मुणी समुग्धाइयरागदोसा" // आव०नि० गा. 866