________________ પ્રસ્તાવના ગ્રન્થનું વસ્તુ લઈને અનેક સ્વતંત્ર ગ્રન્થની રચના કરી છે. તેમની સૂક્ષમ વિવેચક દષ્ટિ છેક ગ્રન્થના મર્મ સુધી પહોંચે છે. તેમના ગ્રન્થમાં તેમની સ્વતંત્ર પ્રતિભા અને સૂક્ષમ મર્મગ્રાહી દષ્ટિને અનુભવ થાય છે. પાતંજલ યેગભાષ્ય ઉપર તેમણે વૃત્તિ કરી છે અને ચગશાસ્ત્રના પદાર્થોને જૈન દૃષ્ટિથી સમન્વય કર્યો છે. તે સિવાય તેમણે દિગંબર વિદ્યાનન્દસૂરિની અષ્ટસહસ્ત્રી ઉપર અષ્ટસહસ્ત્રી ટીકા કરી છે, તેમાં તેમણે પિતાની અગાધ વિદ્વત્તા અને વિશાલ દષિને પરિચય કરાવ્યું છે. તેઓ ટીકાના પ્રારંભમાં જણાવે છે કે “જેમ સમુદ્રમાં પ્રવેશ કરવાના નદીઓના અનેક જુદા જુદા માર્ગો હોય છે તેમ સ્યાદ્વાદના અનુગમાં વિદ્વાનના જુદા જુદા સંપ્રદાયે ગમે તેટલા હોય, તેપણ તેમાંના એક પણ સંપ્રદાયને વિષે પિતાની કલ્પના વડે અરુચિ કરવી એગ્ય નથી, કારણ કે એકાન્તમતનું પ્રતિપાદન કરનારા દુર્વાદિના સમૂહને જીતવાને જિનેક્ત સમયને જાણનારા બધા શું સહાયક થતા નથી”? તદુપરાત ગુજરાતી ભાષામાં નયરહસ્યગર્ભિત સવાસો ગાથાનું સિમંધર જિનસ્તવન, પ્રતિમાના સ્થાપન વિષે દેઢ ગાથાનું મહાવીર જિન સ્તવન અને સિદ્ધાન્તરહસ્યગર્ભિત સાડાત્રણસે ગાથાના સિમંધરજિનના સ્તવનની તથા દ્રવ્યાનુયેગના વિષ યમાં દ્રવ્યગુણપર્યાયરાસ વગેરેની ઉત્કૃષ્ટ રચનાઓ કરી છે. 1 150 ગાથાનું મહાવીર સ્તવન વિ. સં. 1733 ઈદલપુરમાં વિજયાદશમીએ રચ્યું છે. .2 દ્રવ્યગુણપર્યાયરાસની રચના વિ. સં. 1711 માં સિદ્ધપુરમાં કરી છે.