________________ નાર આઠ ગ્રન્થોમાં કેટલાની રચના કરી તે જાણવાનું કંઈ પણ સાધન નથી. અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિને અભાવે અને આપણી બેદરકારીને પરિણામે તેમના અગાધ પાંડિત્યપૂર્ણ અનેક મહાન ગ્રન્થરને માત્ર અઢીસ વરસ જેટલા કાળમાં લુપ્ત થઈ ગયાં છે. દા. ત. આજથી લગભગ પચીશ વરસ પહેલાં હું લાના ભંડારની ટીપ કરતું હતું, તે વખતે ત્યાં કાઢી નાખેલા પરચુરણ પાનાને કોથળા ભર્યું હતું, તે તપાસતાં તેમાંથી યશોવિજયજી વિરચિત તત્વાર્થ ટીકાના એક અધ્યાય એટલે ભાગ મળી આવ્યા હતા. બાકીને ભાગ મેળવવા માટે ઘણી તપાસ કરી પણ મળી શકશે નહિ. આવી રીતે બેદરકારીથી તેમના અનેક ગ્રન્થ નાશ પામ્યા હશે. વળી તેમણે પિતાના ગ્રન્થામાં પણ અનેક સ્થળે સ્વરચિત ગ્રન્થને ઉલલેખ કર્યો છે, તે ગ્રન્થામાં પણ કેટલાએક ગ્રન્થ હજુ મળી શકયા નથી, છતાં અત્યારે જે 'ગ્રન્થ મળે છે તેની પણ મોટી સંખ્યા છે, જેને વાંચવા અને વિચારવા માટે સમગ્ર જીવન પણ પર્યાપ્ત નથી. શ્રી હેમચન્દ્રાચાર્ય પછી સમર્થ વિદ્વાન અને વિચારક ઉપાધ્યાયજી જેવા કે હજુ સુધી થયા નથી. ભાસમાં પણ તેમને શ્રીહરિભદ્રાચાર્યસૂરિના લઘુબાંધવ અથવા બીજા હરિભદ્રાચાર્ય તરીકે ઓળખાવ્યા છે તે યોગ્ય છે. કારણ કે તેમણે શ્રીહરિભદ્રસૂરિના શાસ્ત્રવાર્તા સમુચ્ચય, ડાક ઈત્યાદિ ગ્રન્થ ઉપર વિચારપૂર્ણ ટીકાઓ રચી છે તથા તેમના 1 ઉપાધ્યાયજી વિરચિત લભ્ય અને અલભ્ય પ્રત્યેની યાદી માટે જુઓ પં. સુખલાલજી સંપાદિત તર્ક ભાષાની પ્રસ્તાવના.