________________ જ્ઞાનસાર 5 ઉપરની જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ છે. ત્યારબાદ ઉપર અને નીચે એક એક વિશુદ્ધિસ્થાન અનતગુણ અને જીવનું ત્યાં સુધી જાણવું યાવત્ છેલ્લા સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક આવે. ત્યારબાદ બાકીનાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનકે છેલ્લા સમય સુધી અનુક્રમે નિરંતર અનન્તગુણ કહેવાં. એ પ્રમાણે યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ બતાવ્યું. આ યથાપ્રવૃત્તકરણનું “પૂર્વપ્રવૃત્ત એવું બીજું નામ છે. કારણ કે બીજા અપૂર્વકરણદિની પહેલાં પ્રવૃત્ત થએલું હોય છે. આ યથાપ્રવૃત્ત કરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણિ હોતી નથી, કેવળ પૂર્વોક્ત સ્વરૂપવાળી વિશુદ્ધિ જ અનન્તગુણ હોય છે. આ કારણમાં રહેલે જે અશુભ કર્મ બાંધે છે તેને દ્વિસ્થાનક રસ બાંધે છે અને જે શુભકર્મ બાંધે છે તેને ચતુઃસ્થાનક રસ હોય છે. એક સ્થિતિ બન્ય પૂર્ણ થયા પછી અન્ય સ્થિતિબન્ધ કરે છે, તે પૂર્વના સ્થિતિબન્ધ કરતાં પપમના સંખ્યાતમા ભાગે ન્યૂન હોય છે. હવે અપૂર્વકરણનું સ્વરૂપ બતાવે છે-“વીરસ્ય વીર નહUUUવિ સાંતલ્લા " “બીજા અપૂર્વકરણના બીજા સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક પણ અનન્તર–પ્રથમ સમયના ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનકથી અનન્તગુણ કહેવુ. તાત્પર્ય એ છે કે યથાપ્રવૃત્તકરણની પેઠે પ્રથમથી જ જઘન્ય વિશુદ્ધિસ્થાનકે નિરન્તર અનન્તગુણ ન કહેવાં, પરંતુ અપૂર્વકરણના પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ સૌથી થોડી હોય છે. તે પણ યથાપ્રવૃત્તકરણના છેલ્લા સમયના ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનકથી અનન્તગુણ હોય છે. તેથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ