________________ જ્ઞાનાષ્ટક * 5 અપૂર્વ એ બન્ને કરણના અધ્યવસાયે પ્રતિસમય અસંખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ હોય છે. તે આ પ્રમાણે યથાપ્રવૃત્ત કરણના પ્રથમ સમયે વિશુદ્ધિ સ્થાનકે જુદા જુદા છની અપેક્ષાએ અસ ખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ હોય છે. તેથી બીજા સમયે વિશેષાધિક હોય છે. તેથી ત્રિીના સમયે વિશેષાધિક હોય છે. એમ છેલ્લા સમય સુધી કહેવું. એ પ્રમાણે અપૂર્વકરણમાં પણ જાણવું. આ યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણના અધ્યવસાયસ્થાનકે ક૯૫ના વડે સ્થાપન કરીએ તે વિષમ ચતુષ્કોણ ક્ષેત્રને રેકે છે. તે અધ્યવસાયે ઉપર ઉપર અનન્તગુણ વૃદ્ધિથી વધે છે અને તીરછા છ સ્થાનકને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અનિવૃત્તિકરણના અધ્યવસાયસ્થાનકે મેતીની માળાની જેમ ઉપર ઉપર અનંતગુણ વૃદ્ધિથી પ્રવર્તે છે. યથાપ્રવૃત્તકરણમાં આ પ્રમાણે કમથી વિશુદ્ધિની વૃદ્ધિ થાય છે-જેમકે બે પુરુષ એક સાથે યથાપ્રવૃત્તકરણને પ્રાપ્ત થએલા છે. તેમાં એક સૌથી જઘન્ય વિશુદ્ધિને પ્રાપ્ત થયેલ છે અને અન્ય સૌથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિને પ્રાપ્ત થએલે છે. પ્રથમ જીવને પ્રથમ સમયે જઘન્ય મન્દ વિશુદ્ધિસ્થાનક છે. તેને બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ છે. તેથી પણ ત્રીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ છે. એ પ્રમાણે યથાપ્રવૃત્ત કરણના સંખ્યામાં ભાગ સુધી જાણવું. ત્યારબાદ બીજા જીવની પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ તેથી અનન્તગુણ છે. ત્યાર પછી જે જઘન્ય સ્થાનથી નિવૃત્ત થએલ છે તેના ઉપરના સમયે જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ છે. ત્યાર પછી અન્ય જીવની બીજા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ છે. ત્યારબાદ તેના