________________ જ્ઞાનસાર आया सहावनाणी भोई रमई वि वत्थुधम्ममि / सो उत्तमो महप्पा अवरे भवस्यरा जीवा // ' જે આત્મા સ્વભાવનો જ્ઞાની, સ્વભાવનો ભક્તા અને વસ્તુધર્મમાં રમણ કરે છે તે ઉત્તમ મહાત્મા છે અને બીજા છે સંસારરૂપ કાદવમાં રમણ કરનારા ડુક્કર સમાન છે. પરદવ્ય-ગુણ-પર્યાયનું સ્મરણ અને અનુભવ રૂપ પરિણામ અકર્તવ્ય અને અહિતકારક છે. કારણ કે પરભાવને વિશે પરિણમન એ જ ભવભ્રમણનું કારણ છે. એ સંબધે "परसंगेण बंधो मुक्खो परभावचायणे होइ। सव्वदोसाण मूलं परभावाणुभवपरिणामो // " પરભાવના સંગથી બંધ થાય છે અને પરભાવના ત્યાગથી મેક્ષ થાય છે. પરભાવના અનુભવને પરિણામ સર્વ દેનું મૂળ છે.” એથી જ દેશવિરતિવાળા શ્રાવકે અને સર્વવિરતિવાળા સાધુ પરિગ્રહાદિનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વજન-પરિજનને ત્યાગ કરે છે, એકાકી વિહારને અંગીકાર કરે છે. આત્માની સત્તાની કથા સાંભળે છે, આત્માના અનન્ત ધર્મોને વિચાર કરે છે, આત્માના ગુણ-પર્યાયના પરિણામનું ધ્યાન કરે છે, આત્માના અનુભવ વડે આત્મસ્વરૂપમાં મગ્ન થાય છે અને સર્વ પરભાવના અનુમોદનને ત્યાગ કરે છે. એ પ્રમાણે ત્રણે કાળે વિષય સંગ રહિત તત્ત્વજ્ઞાની મુનિની આત્માને સંતોષ આપનાર મુષ્ટિજ્ઞાનની-સંક્ષિપ્ત રહસ્ય