________________ જ્ઞાનસાર રૂપને સ્પર્શ નહિ કરનારું લૌકિક અને લેકેત્તર શાસ્ત્રના વિકલ્પ રૂપ બાહ્ય જ્ઞાન છે તે બુદ્ધિનુ અર્ધપણું છે, ચિત્તના વ્યાક્ષેપરૂપ છે. જે જ્ઞાન સ્વપરને વિવેક, આત્મામાં એકતાતન્મયતા અને પરવસ્તુના ત્યાગ માટે થતું નથી તે બધું અરણ્યરુદન સમાન છે. હરિભદ્રાચાર્યે કહ્યું છે કે –“વુથાસંવતે વાળ યુગપાડું ત્ર વિયં” અસંયમની જુગુપ્સા રહિત જ્ઞાન શુકપાઠના જેવું જાણવું. અનુગદ્વારમાં કહ્યું છે કે__ "सिक्खियं ठियं जियं मियं जाव गुरुवायणोवगयं वायणाए पुच्छणाए परिअट्टणाए धम्मकहाए नो अणुप्पेहाए જે પુરુષમાં શિખવાયેલું, સ્થિર કરેલું, વારંવાર યાદ કરેલું, અને ગુરુની વાચનાદ્વારા પ્રાપ્ત થએલું શ્રુતજ્ઞાન હોય અને તે વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથા કરતે હોય તે પણ જે અનુપ્રેક્ષા-મનન રૂપ ઉપગમાં ન હોય તે તે દ્રવ્યકૃત છે.” એમ જેણે ચેતનાને પશમ પ્રાપ્ત કર્યો છે એવા આત્માને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-એ ચાર સંજ્ઞાઓમાં આ લોકની ઈચ્છાથી કે પરલોકની ઈચ્છાથી જ્ઞાન, ઈચ્છા પ્રવૃત્તિ વગેરે શું શું થતું નથી? પરંતુ જે સકલ પુદ્ગલોથી ઉદ્વિગ્ન થયેલા છે અને અવસ્વરૂપ પ્રાપ્ત કરવાને અભિલાષી છે તે યથાર્થ સ્વરૂપે આત્માને જાણે છે તે જ જ્ઞાન છે. માટે સ્વસાધ્યની સિદ્ધિ માટે આત્મજ્ઞાન મેળવવા ઉદ્યમ કરવા યોગ્ય છે. કહ્યું છે કે -