________________ નાનાયક કરે છે, ભયંકર ગ્રીષ્મઋતુના તાપથી સંત શિલા ઉપર રહા હોય તે પણ શીતલતાને અનુભવ કરે છે, અત્યંત ઠંડીમાં પણ કંપાયમાન થતા નથી, આત્મતનું ધ્યાન કરે છે, જગતને ક્ષોભ પમાડનારા ઉત્પાતે વડે પણ ક્ષોભ પામતા નથી, ઈન્દ્રની સ્પર્ધા કરે તેવા ચક્રવતીના વૈભવેને ત્યાગ કરે છે. વધારે શું કહેવું? આત્માનન્દના અનુભવમાં રસિક પુરૂષને બીજું બધું દેષયુક્ત ભાસે છે. યથાર્થ, સંપૂર્ણ અને પ્રત્યક્ષ આત્માને વિશે રસિક મહાત્માઓ પરિષહે સહન કરે છે, શ્રેણિને પ્રારંભ કરે છે, સ્વરૂપની તન્મયતારૂપ ધ્યાન કરે છે. માટે જ્ઞાનને આસ્વાદ લેનારા પુરુષો જ ધન્યવાદને પાત્ર છે. સંગરંગશાલામાં કહ્યું છે કે “તે વખત સુયરા વેહિં નિવારવો ગાયા जे तत्वोहमोई ते पुजा सव्वमन्वाणं // जेसि निम्मलनाणं जायं तचसहावभोगितं / ते परमा तत्सुही तेसिं नाम पि सुट्टयरं" / - “તેઓ ધન્ય અને કૃતાર્થ છે કે જેઓને આત્મતત્વના 'બોધની રુચિ થએલી છે. જેઓ તત્ત્વધના ભેગી છે તેઓ સર્વ ભવ્ય જીને પૂજવા ગ્ય છે. જેમાં નિર્મલ જ્ઞાન અને તત્વ સ્વભાવનું ભક્તાપણું છે, તેઓ તાત્ત્વિક રીતે પરમ સુખી છે અને તેનું નામ પણ કલ્યાણ કરનારું છે.” જેઓ આત્મ તત્વની અચિવાળા છે તેઓને જન્મ