________________ નાનસાર AAA ^^^^ 114 કાળું અને તું કહેવાય, તેને જે સ્ફટિકસ્વભાવ જાણે તે મૂખ-અવિવેકી છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબધથી એકેન્દ્રિયાદિ ઉપાધિરૂપ જ જાણે તે અવિવેકી સમજ. ઘણા મેહી જીવો પર વસ્તુમાં આત્મભાવને આરપી સુખ માને છે તે મિથ્થા સુખ છે. નિદોષ, નિરાવરણ અને ઉપાધિરહિત સ્ફટિકના જેવું, જાણવાના સ્વભાવવાળા આત્મદ્રવ્યનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ છે. આથી વાસ્તવિક રીતે આત્મા સફટિકના જે નિર્મલનિસંગ છે. સંગ્રહનયથી આત્મા પરવતુરૂપ ઉપાધિના સંબન્ધવાળે નથી, પણ પરમ જ્ઞાયક અને ચિદાનન્દસ્વરૂપ છે. પ્રાપ્ત થયેલ કર્મ પુદ્ગલના સંબન્ધથી એકેન્દ્રિયાદિરૂપ ઉપાધિના સંબન્ધવાળો અનેક પ્રકારને રેગી અને શેકાતુર અવસ્થાવાળો, અવિવેકી–વસ્તુસ્વરૂપના જ્ઞાન રહિત છવ તે ઉપાધિભાવમાં મુંઝાય છે, તન્મયતા પામે છે. જેમ કેઈ મૂર્ખ કાળા, લીલા અને પીળા વગેરે પુષ્પના સાગથી સ્ફટિકને અભેદ રૂપે કાળા, લીલા અને પીળા વગેરે સ્વભાવવાળું જાણે છે, તેમ વત્સ્વરૂપનું જ્ઞાન રહિત જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તે બાંધેલા એકેન્દ્રિયાદિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થએલ એકેન્દ્રિયાદિ ભાવને એકેન્દ્રિયાદિરૂપ જ માને છે. હું એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિય છું એમ જાણે છે, પરંતુ પોતાના શુદ્ધ નિર્મલ સચ્ચિદાનન્દ સ્વરૂપને જાણતા નથી–એ અવિવેકને પરિણામ છે. જેમ રત્નની પરીક્ષા કરનાર ઝવેરી ખાણમાં રહેલા રત્નને મલિન, આવરણવાળા અને માટી સહિત હોવા છતાં રત્નરૂપે જાણે છે તેમ જે તત્વજ્ઞાની છે તે જ્ઞાનાવરણાદિથી