________________ પ્રસ્તાવના ધર્મોના તુલનાત્મક અધ્યયનનું લખાણ કાર્ય હાથ ધર્યું ત્યારે મનમાં વસવસો હતું કે એ કામ ક્યારે પૂરું કરી શકશે. મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ પટેલ, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડ, તથા વેરાવળ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ઇન્દુભાઈ ત્રિવેદીની પ્રેરણાથી આ કામ સરળ થઈ શક્યું છે. આ ક્ષેત્રમાંના આપણી ભાષામાંના પ્રથમ કાર્ય તરીકે સંતોષ આપે એવું આ કામ થયું છે એમ હું માનું છું. પરંતુ, આ તે માત્ર પ્રારંભ છે. ગુજરાતના અભ્યાસીઓ જે આ ક્ષેત્ર ખેડશે અને એમાંથી નવાં પ્રકાશને બહાર આવશે તે આ કાર્યની યથાર્થતા રહેશે. ખેડાણના આવાં કેટલાંક ક્ષેત્રે ઉલ્લેખ આ પુસ્તકમાં મળશે. આ પુસ્તકની ગુંથણ ત્રણ વિભાગમાં કરી છે : વિભાગ એકમાં સામાન્ય સ્વરૂપના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરી એની સમજ પામવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, એ વિભાગમાં વિવિધ અધ્યયન પદ્ધતિઓ, તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ તેમ જ તુલનાત્મક અભ્યાસીનું વલણ કેવા પ્રકારનું હોવું જોઈએ તેની ચર્ચા કરી, ધાર્મિક સત્ય તથા અતિહાસિક દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપની રજૂઆત કરવામાં આવી છે. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવામાં આવી છે. પ્રત્યેક ધર્મમાં ક્યા મુદ્દાઓ ચર્ચાયા છે, તેમ જ એક ગતિશીલ બળ તરીકે ધર્મને છે અને કેટલે વિકાસ થયે છે એને, અન્ય ધર્મોને અનુલક્ષીને, એ વિભાગમાં વિચાર કરવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં ધર્મ વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ધર્મના સંસ્થાપક વિશે, ધર્મનાં સંગઠક બળો વિશે તેમ જ ધર્મની સ્થાપના સમય વિશેની ચર્ચા ઉપરાંત ધર્મોમાં ઉપદેશાવેલા ધર્મબેધ વિષ્યની તુલના તથા ધર્મ યુગલ તુલના પણ આ વિભાગમાં હાથ ધરાઈ છે. છેવટના ભાગમાં પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને અનુલક્ષીને, ધર્મના ભાવિ વિશેને ખ્યાલ આપવાને પ્રયાસ કર્યો છે.