________________ ધર્મોનું વર્ગીકરણ - આ વગીકરણ અનુસાર ધર્મોને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા છે-- એક વર્ગને ઈશ્વરપ્રેરિત અથવા ઈશ્વરે આપેલ ધર્મ તરીકે અને બીજા વર્ગને માનવપ્રેરિત કે માનવે આપેલ ધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. - ધર્મના ઇતિહાસને અનુલક્ષીને પ્રભુના પયગંબર દ્વારા જે ધર્મો મેળવાયાં, ઈશ્વરનાં વચન પર આધારિત જે ધર્મો પ્રાપ્ત થયા એને ઈશ્વરપ્રેરિત અથવા revealed ધર્મો તરીકે ઓળખાવવાને આ વગીકરણ પ્રયાસ કરે છે. અને જે ધર્મો પ્રસ્થાપકના ઈશ્વરનાં સાક્ષાત્કાર કે વચનો ઉપર નહિ, પરંતુ સત્યના કે ધાર્મિક જ્ઞાનના આધાર પર સ્થપાયા એને માનવપ્રેરિત કે માનવઅર્પિત ધર્મો તરીકે ઓળખાવવામાં આવે છે. હિબ્રધર્મ, ખ્રિસ્તીધર્મ, મુસ્લિમ ધર્મ વગેરેનો સમાવેશ પ્રથમ વર્ગમાં, અને બૌદ્ધધર્મ, જૈનધર્મ વગેરેનો સમાવેશ બીજા વર્ગમાં કરવામાં આવે છે. - પયગંબરને સંભળાયેલ ઈશ્વરવાણી એ ઈશ્વરવચન જ છે, અને ધર્મપ્રસ્થાપકને પ્રાપ્ત થયેલ સત્યની કે જ્ઞાનની ઝાંખી ઈશ્વર દીધેલ નથી એમ કઈ રીતે કહી શકાય ? ધર્મ પિતે એક એવી પ્રક્રિયા છે જેમાં, આપણે આગળ જોયું તેમ, માનવીનો પ્રયાસ નિગ્ન રતર પરથી ઊર્વ રતર પર જવામાં રહેલું છે. પ્રત્યેક માનવમાં એક એવા આધ્યાત્મિક અંશનો આવિર્ભાવ છે જે વિકસવાને માટે અને સમગ્ર માનવજીવનને અધ્યાત્મસભર કરવા માટે શક્તિશાળી છે. એમ કેમ ન બને કે પયગંબરને તેમ જ પ્રસ્થાપકને લાધેલ જ્ઞાન પિતાનામાં જ અલૌકિક વીઆધ્યાત્મિક અંશનું પરિણામ હોય ? જો આપણે એમ સ્વીકારીએ કે પ્રત્યેક માનવમાં પશુઅંશ અને દેવઅંશ બંને સમાયેલાં છે, તે આપણે એમ પણ. રવીકારવું જ રહ્યું કે ધર્મ પ્રસ્થાપક જ્યારે ધર્મ પ્રબોધે છે ત્યારે એ પ્રબોધ એનામાં સમાયેલ પશુઅંશનું નહિ પરંતુ દૈવીઅંશનું જ પરિણામ છે. આ પ્રશ્નને આપણે બીજી એક રીતે પણ જોઈએ. જે ધર્મ માત્ર ઈશ્વર અર્પિત જ હોય તે આપણે એમ રવીકારવું જ રહ્યું કે ઈશ્વરે આપેલ ધર્મ સદાકાળને માટે એકસમાન, સ્થગિત છે. શું વિશ્વના કઈ પણ પ્રવર્તમાન ધમને માટે એમ કહી શકાશે ખરું કે એ ધર્મ સદાયે સ્થગિત છે? ધર્મને ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રત્યેક ધર્મમાં વિવિધ પરિવર્તને થયાં છે અને થતાં રહે છે. આ એક એતિહાસિક હકીક્ત છે અને એથી એને ઇન્કાર કરી શકાય એમ નથી. જે કોઈ ધર્મ પરિવર્તનનું બળ ગુમાવી સ્થગિતપણે રહ્યો એ કાળાનુક્રમે ધર્મ તરીકે અરત થયે. આમ, ઐતિહાસિક દષ્ટિએ જોતાં આપણને એ સ્પષ્ટપણે સમજાશે કે ધર્મ-પરિવર્તનનું બળ માનવપ્રેરિત કે માનવઅર્પિત છે. ધર્મનું