________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ ખ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તે યુનિવર્સિટીએ અનેક વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે રીતે નિર્માણ થાય તે વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાર્ય હાથ ધરી શકાય. યુનિવર્સિટી કેળવણીનું સનાતન ચેય યુવાન પેઢીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ જન્માવવાનું છે. આ વૃત્તિ યુવાન વિદ્યાર્થીના માનસ જગતનું એક આજીવન અંગ બને તેવી ઈચ્છા આપણે સૌએ સેવવી જોઈએ. આ ઇચ્છાને બર લાવવા માટે કેન્દ્રીય સરકારે રાજ્ય સરકાર દ્વારા હરેક ભારતીય ભાષા માટે ચોથી પંચવર્ષીય યોજના દરમ્યાન સહાય કરવાની હૈયાધારણ આપી ભૌતિક પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથે ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાને પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌની સમક્ષ પડેલે છે. ગુજરાત સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ઘેરણે થાય તે હેતુસર યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની રચના કરી છે. આ બેડ પર ગુજરાતની યુનિવર્સિટીઓના બધા કુલપતિઓ તેમ જ વિદ્વાને, સંલગ્ન સરકારી ખાતાઓના નિયામકો વગેરે નિયુક્ત થયા છે અને માનક ગ્રંથની ધારણું પરિણામજનક બને તે માટે વિદ્યાશાખાવાર વિષયવાર અનુભવી વિદ્વાન પ્રાધ્યાપકોનાં મિલન યોજી એમની ભલામણ અનુસાર લેખન માટે પ્રાધ્યાપકોને નોતર્યા છે અને લખાણ સૂક્ષ્મ તથા ધ્યેયપૂર્ણ બને તે હેતુસર એવા જ વિદ્વાનને પરામર્શક તરીકે નિમંત્ર્યા છે. ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથો મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલા પુસ્તક “ધર્મોનું તુલનાત્મક અધ્યયન’ને પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું, એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. ભાસ્કર ગોપાળજી