________________ ધર્મબોધ વિષય તુલના 353 ન્યાય મળશે એમ સ્વીકારાયું છે. સારું આચરણ કરનાર માણસોને આનંદ પ્રાપ્ત થશે અને ખરાબ આચરણ કરનારાઓ દુઃખી થશે. “ઈશ્વરને કઈ છેતરી શકો નથી. માણસ જેવું વાવશે તેવું લણશે.”૪૮ ખ્રિસ્તી ધર્મમાં આ વિચાર સ્વીકારાયે છે. પણ સાથે લમાને વિચાર પણ રજૂ થયો છે. પાપનું ફળ મરણ છે, પણ ઈશ્વરની બક્ષિસ અમર જીવન છે "48 પાપીઓને ઈશ્વર ક્ષમા આપે છે એમ જિસસે કહ્યું છે. પરંતુ ઈશ્વર પાપીને ત્યારે જ ક્ષમા બક્ષે છે જ્યારે પાપી માણસ એના પાપનું પ્રાયશ્ચિત્ત કરે. એકલું પ્રાયશ્ચિત નહીં પરંતુ, પિતાના તરફ પાપ કરનારાને પણ પાપી માણસ જ્યારે ક્ષમા આપે ત્યારે ઈશ્વર એવા પાપીઓને ક્ષમા આપે છે. કારણકે ઈશ્વર બધા માણસને સત્કાર કરે છે.પ૦ ઇસ્લામધર્મમાં પણ, જે વ્યક્તિ અલ્લાહનું શરણ સ્વીકારે છે અને તેમની સમક્ષ દીન થાય છે તેમને અલ્લાહ ક્ષમા આપે છે. વળી એમાં પણ કહેવાયું છે કે અલ્લાહ પાપી માણસોને શિક્ષા કરશે અને પુણ્યશાળી માણસોને સારું ફળ આપશે.પ૧ એ જ પ્રમાણે ન્યાયના દિવસની વાત પણ ઇલામમાં સ્વીકારવામાં આવી છે. “જગતને જ્યારે અંત આવશે ત્યારે બધા મરી ગયેલા માણસે એક દિવસે ફરીથી જીવતા થશે.પર અને વધુમાં, " વાજા વાગશે અને તમે જોશો કે બધા પિતાની કબરમાંથી અલ્લાહ પાસે જશે.”૫૩ આમ, કુરાનમાં અલ્લાહના ન્યાય આપવાના દિવસનો સ્વીકાર થયો છે. અનેક આયાતોમાં મહમદે બહુ દબાણપૂર્વક કહ્યું છે કે ભવિષ્યમાં એક એ દિવસ આવશે જ્યારે અલ્લાહ પાપી લેકોને શિક્ષા કરશે અને પુણ્યશાળી જીવોને સારાં ફળ આપશે. દરેક જીવના સારા અને ખરાબ કર્મોને રાઈને એક દાણાના વજન સુધીની એકસાઈથી તલવામાં આવશે.”૫૪ 48 ગેલેટીઅનસ, 6H 7 49 રેમન્સ, 6 : 23 50 મેગ્યુ, 5: 23-24 51 રેડવેલ, 2 : 24; 4 : 44 પર એજ, 50 : 41 53 એજ, 36 : 51 : 5 - 8; 21 : 48; 23 : 103 - 105 ધર્મ 23