________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસેથી આ પુસ્તકના કૉપીરાઈટ રૂા.૧/-ના પ્રતીક પુરસ્કારથી મેળવીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ પુસ્તકનું પ્રકાશન કરવું જોઈએ એવા અમારા પ્રસ્તાવનો હર્ષભેર સ્વીકાર કરીને સ્વર્ગસ્થ શ્રી જે.બી.સેંડિલ સાહેબે કૃતિ-ઉત્સાહભર્યો પુરૂષાર્થ કરીને આ પુસ્તકનું પ્રકાશન કરાવ્યું તે કેટલું સમાજોપયોગી હતું તે આ પુસ્તકની બીજી આવૃત્તિની માંગ થઈ તે હકીકત પરથી સ્પષ્ટ થાય છે. આથી આ પ્રસંગે સેંડિલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતા હું ધન્યતાની લાગણી અનુભવું છું. જગતના વિદ્યમાન ધર્મોની બીજી આવૃત્તિ કરવાનો આ શુભ સંકલ્પ કરવા બદલ બોર્ડના માજી અધ્યક્ષ અને સૌરાષ્ટ્રયુનિવર્સિટીના વર્તમાન કુલપતિશ્રી જયેશભાઈ દેસાઈ તેમજ બોર્ડના વર્તમાન અધ્યક્ષશ્રી પ્રોફેસર બાલુભાઈ પટેલ પ્રત્યે ઋણભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ બીજી આવૃત્તિના પ્રકાશનકાર્યને “ધર્મના કામમાં ઢીલ નહીંના ન્યાયે પૂરી નિષ્ઠાપૂર્વક હાથ ધરવા બદલ બોર્ડના પ્રકાશન અધિકારીશ્રી વિ.ન. ચોકસીનો હું ખૂબ ખૂબ આભારી છું. મુદ્રારાક્ષસની કરડી નજરથી વંચિત રહે તે રીતે આ પુસ્તકની છપાઈ કરવામાં ખંતપૂર્વક સહભાગી થવા બદલ શ્રી રામ પ્રિન્ટિંગ પ્રેસવાળા શ્રી ગોપાલભાઈનો પણ હું આભારી છું. ધર્મનું તત્ત્વ સમજવાના આશયથી આ પુસ્તકનું વાચન મનન કરનારા તમામ વાચકો પ્રત્યે આદરભાવ પ્રગટ કરી આ પ્રસ્તાવના પૂરી કરું છું. જ. આ. યાજ્ઞિક આનંદ' ૬-બી, હાઈલેન્ડ પાર્ક, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫ વિજયાદશમી, સં. 2049 તા. 24-10-1993