________________ ત્રીજી આવૃત્તિ વેળાએ સમગ્ર વિશ્વમાં કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં તેના આધારરૂપે એક યા બીજા પ્રકારે ધર્મ અથવા એક પ્રકારની શ્રદ્ધાનો સ્વીકાર થયેલો છે. આમ, એક તરફ ધર્મ એ સંસ્કૃતિનું હાર્દ છે, જ્યારે બીજી તરફ ઘણાંબધાં યુદ્ધો અને તકરારો ધર્મના નામે જ થયેલાં છે. આંતકવાદનો વૈશ્વિક મુદ્દો પણ સાચા ધર્મના ખોટા અર્થઘટનનું જ પરિણામ છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે વર્તમાન કાળે માનવજાતને સાચા ધર્મની સમજ હોવી અત્યંત જરૂરી છે, જેને કારણે માણસ પોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક પાળી શકે અને સાથે સાથે અન્ય ધર્મો પ્રત્યે સાચો અભિગમ કેળવી શકે. આ ઉપરાંત, વર્તમાન કાળે માનવી કે જે ચિંતા, હતાશા અને હરિફાઈ વચ્ચે જીવે છે, તેને બિનસાંપ્રદાયિકતાના નામે નાસ્તિક બનવું પરવડે તેમ નથી અને ધર્મ પાસે આ બધી સમસ્યાઓમાંથી ઉગારવાની શક્તિ છે. સાથે સાથે, ૨૧મી સદીના વૈજ્ઞાનિક યુગમાં માણસને માટે ધમધતા કે મતાગ્રહ રાખવા પણ યોગ્ય નથી. તેથી, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે માણસ પાસે અન્ય ધર્મોનું જ્ઞાન અને આદર તથા પોતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા હોવી અત્યંત આવશ્યક છે. આ પુસ્તક જગતના મુખ્ય ધર્મોના તાત્ત્વિક સિદ્ધાંતોની સમજ આપે છે, સાથે સાથે નૈતિક સિદ્ધાંતો તથા ભક્તિભાવના અને વૈરાગ્યભાવના અંગે પણ સમજ આપે છે, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે અત્યંત આવશ્યક છે. આ જ હેતુને અનુલક્ષીને ગુજરાત યુનિવર્સિટીએ સેમિસ્ટર પદ્ધતિમાં પણ જગતના ધર્મોના જ્ઞાનને આવશ્યક ગણી, ફાઉન્ડેશન કોર્સ તરીકે એક સેમિસ્ટરમાં દાખલ કરેલ છે. તેથી, આ વિષય રાખનારા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક મદદરૂપ થશે તેમ જ પ્રથમ આવૃત્તિ વખતે સ્પષ્ટ કર્યા મુજબ આ પુસ્તક અન્ય વાચકો માટે લાભદાયી નીવડશે તેવી શ્રદ્ધા છે. બદલ ઉચ્ચશિક્ષણ કમિશ્નર અને બોર્ડના ઉપાધ્યક્ષ શ્રીમતી જયંતી રવિ IASનો હૃદયપૂર્વક આભારી છું. તા. 27-7-11 જ આ યાજ્ઞિક