________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 75 4. સાધારણ ધર્મ : સાધારણ ધર્મ એટલે દરેક માણસે પાળવાનો સદાચાર, સાધારણ ધર્મને “સામાન્ય ધર્મ” તેમજ “સાર્વવર્ણિક ધર્મને નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ધર્મનું પાલન ગમે તે વર્ણ કે આશ્રમના હરકોઈ માણસે કરવાનું છે. હિન્દુ ધર્મશાસ્ત્રોએ બધા માણસો માટે સર્વસમાનપણે નક્કી કરેલા સદાચારનો ખ્યાલ મેલવવામાં યાજ્ઞવક્ય સ્મૃતિ ભગવદ્ગીતા અને શ્રીમદ્ ભાગવતનાં અનુક્રમે નીચે આપેલા વચનો ઉપયોગી થશે. 1. “અહિંસા, સત્ય, અસ્તેય(ચોરી ન કરવી), પવિત્રતા, ઇન્દ્રયનિગ્રહ, દાન, દમ, દયા, ક્ષમા-એ સર્વ (મનુષ્યો)નું ધર્મનું સાધન છે.”૨૫ 2. “હે ભારત ! અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, યા(સાધના) સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપેશન (કોઈની ચાડી ન ખાવી તે), ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા તેજ, ક્ષમા ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન- આટલા ગુણો.”૨૬ મનુષ્યની દૈવી સંપત્તિ છે. 3. “હે પાંડવ! સત્ય, દયા, તપ, શૌચ(પવિત્રતા), તિતિક્ષા(સહનશીલતા), ઈક્ષા(યોગ્યાયોગ્ય વિવેક), શમ (શરીરનો સંયમ), દમ (ઇન્દ્રિયસંયમ), અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ (દાન), સ્વાધ્યાય(શાસ્ત્રાભ્યાસ), આર્જવ, સંતોષ, સમદષ્ટિવાળુ વર્તન, ધીરે ધીરે વિષયોથી વૈરાગ્ય, માણસોની ક્રિયા અવળી કેમ જાય છે તેનો વિચાર, મૌન, આત્મજ્ઞાન, પોતાનાં અન્નાદિમાંથી યથાયોગ્ય બીજાં પ્રાણીને ભાગ આપવો તે, સર્વ પ્રાણીઓ અને તેમાં પણ વિશેષ કરીને માણસોને આત્મા તથા દેવરૂપ જાણવાં તે (તથા): મહાત્માઓની ગતિરૂપ ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, ઈજ્યા(પૂજા), નમસ્કાર, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ-એમ ત્રીસ લક્ષણોવાળો આ ઉત્તમ ધર્મ સર્વ પુરુષોને કહેલો છે.”૨૭ ઉપર ગણાવેલા સદ્દગુણોના આચરણરૂપ ધર્મના પાલનમાં વિઘ્નરૂપ દોષો ગણાવીને તેમને ટાળવાનો ઉપદેશ મહાભારતકારે આપેલો છેઃ “હે ધૃતરાષ્ટ્ર ! દસ જણ ધર્મને જાણતા નથી એમને તમે બરાબર જાણી લો. ઉદ્ધત, પ્રમાદી, નશામાં આવેલો, થાકેલો, ક્રોધી, ભૂખ્યો, ઉતાવળો, બીકણ, લોભી અને કામી એ (ધર્મને નહિ જાણનારા) દસ જણ છે. આથી ડાહ્યા માણસે આ આવેશોમાં આવવું નહિ.”૨૮ યાજ્ઞવલ્કય સ્મૃતિ, ગીતા અને ભાગવતમાં ગણાવવામાં આવેલા સદ્ગુણોની ઉપર્યુક્ત યાદી જોતાં એ સ્પષ્ટ થશે કે માણસ કેવળ નૈતિક દૃષ્ટિ (ધર્મનિરપેક્ષ એવી નૈિતિક દૃષ્ટિ) એ ઘણો સારો માણસ બને એટલાથી હિન્દુ ધર્મશાસ્ત્રોને સંતોષ નથી. આ શાસ્ત્રોનો અભિપ્રાય એવો છે કે નૈતિક દૃષ્ટિએ આદર્શરૂપ ગણી શકાય તેવો માણસ તે જ છે કે જેનામાં ઉચ્ચ પ્રકારના નૈતિક ગુણો ઉપરાંત જીવન પ્રત્યેની આધ્યાત્મિક દષ્ટિ (આત્મા અને પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમને જીવનમાં