________________ 42 જગતના વિદ્યમાન ધર્મો સગાંસંબંધીઓ અને મિત્રમંડળોને તેડાવીને હિન્દુઓ અવારનવાર તેનું “સપ્તાહ (સાત દિવસ ચાલતું ભાગવતનું પારાયણ કે તેની કથા) ઉજવે છે. ભાગવતના ઉપદેશનો થોડો આસ્વાદ લઈએ. 1. “સર્વ ભૂત (પ્રાણી)માત્રમાં જે ભગવાનનું સ્વરૂપ જુએ છે, અને ભગવાનમાં જે ભૂતમાત્રને જુએ છે એ ઉત્તમ ભાગવત (ભગવાનનો ભક્ત) જાણવો, ઈશ્વર, ઈશ્વરને આધીન એવા ભક્તો, અજ્ઞાનીઓ અને શત્રુઓ—એઓ પ્રત્યે જે (ક્રમવાર) પ્રેમ, મૈત્રી, દયા અને ઉપેક્ષાની ભાવના રાખે છે એ મધ્યમ ભાગવત, અને જે શ્રદ્ધા વડે માત્ર મૂર્તિમાં જ ભગવાનની પૂજા કરે છે–એના ભક્તોમાં નહિ, અને અન્ય પ્રાણીમાત્રમાં પણ નહિ- એ પ્રાકૃત (સાધારણ, કનિષ્ઠ) ભાગવત લેખાય છે.”૩૪ 2. “બ્રાહ્મણ ગમે તેવો વિદ્વાન હોય પણ તે જો દીનજનોની ઉપેક્ષા કરે તો એની વિદ્યા સરી જાય છે-ભાંગેલા વાસણમાંથી પાણી સરી જાય તેમ.”૩૫ 3. રત્તિદેવે કહ્યું: “હું ઈશ્વર પાસે અષ્ટ મહાસિદ્ધિવાળી એવી પરમગતિ અથવા તો ફરી જન્મ નહિ એવો મોક્ષ માગતો નથી; સર્વ દેહધારીઓના અંતરમાં રહીને એમનું દુઃખ હું પામું કે જેથી તેઓ દુઃખમુક્ત થાય. જીવવાની ઇચ્છાવાળા દિન જંતુઓને જળ આપીને જિવાડવાથી મારાં સુધા, તૃષા, મહેનત, થાક, દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ, મોહ સઘળાં ટળી ગયાં છે.”૩૬ 4. “કાયા વડે, વાણી પડે, મન વડે, ઇન્દ્રિયો વડે, બુદ્ધિ વડે, આત્મા વડે, વા અનુત સ્વભાવ વડે જે જે કર્મો કરે છે તે સઘળાં પરમ નારાયણને સમર્પણ કરવાં.”૩૭ 5. “મોક્ષના અધિપતિરૂપ ભગવાન હરિમાં જેની ભક્તિ છે એવા અમૃતના સાગરમાં રમનારાને નાનાં ખાબોચિયાંનાં પાણીનું શું કામ ?"38 5. આગમો : સ્માર્ટ હિન્દુઓ (હિન્દુ ધર્મના કોઈ પેટાસંપ્રદાયમાં નહિ માનનાર પણ માત્ર સ્મૃતિના ધર્મને પાળનાર એવા હિન્દુઓ) 1. શિવ, 2. વિષ્ણુ, 3. સૂર્ય, 4. ગણપતિ અને 5. શક્તિ (માતાજી) એ “પાંચ દેવનાં આયતન કહેતાં રહેઠાણ, સ્થાન વા મૂર્તિ એની પૂજા કરે છે. દેવ એ જ છે, પણ તે પાંચ રહેઠાણમાં પ્રકટ થઈ પાંચ જુદાં જુદાં નામ પામે છે; તેથી તે પંચદેવ ન કહેવાતાં “પંચ આયતન કહેવાય છે.”૩૯ આ પાંચ આયતનોમાંના કોઈપણ એકને પરબ્રહ્મ કે પરમાત્મા તરીકે કલ્પીને તેની ભક્તિ અને ઉપાસનાનો વિધિ દર્શાવનાર શાસ્ત્રોને આગમો કહે છે. આમ, હિન્દુ ધર્મમાં પાંચ પ્રકારમાં વહેંચી શકાય એવા અનેક આગમો રચાયા છે : 1. શૈવ આગમો, 2. વૈષ્ણવ આગમો, કે પાંચરાત્ર સંહિતાઓ, 3. સૌર આગમો, 4. ગાણપત્ય આગમો અને પ. શાક્ત આગમો કે તંત્રો. શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને શક્તિના ઉપાસકો.૪૦ પોતપોતાના સંપ્રદાયના આગમોને વેદ અને ઉપનિષદ જેટલા જ પ્રમાણભૂત માને છે. તેમના મત પ્રમાણે, “જૂનું વેદસાહિત્ય કર્મકાંડ દ્વારા