________________ અપ્રાપ્ય બનતાં અને એની સતત માગને જોતાં બોર્ડ એની ત્રીજી પુનર્મુદ્રિત આવૃત્તિ પ્રગટ કરી રહ્યું છે તેનો ગૌરવસહ આનંદ છે. અગાઉની આવૃત્તિઓની જેમ સંદર્ભગ્રંથના આ ત્રીજા સંસ્કરણને પણ વિદ્યાર્થીઓ, અધ્યાપકો ઉપરાંત આ વિષયમાં અભિરુચિ ધરાવતાં સર્વ જિજ્ઞાસુઓનો આવકાર અને આદર સાંપડી રહેશે એવી શ્રદ્ધા છે. આ સંદર્ભગ્રંથ સુલભ બનાવવામાં લેખક ઉપરાંત પ્રેસ, પ્રૂફરીડર અને બોર્ડનાં કર્મચારીઓએ દાખવેલી તત્પરતા બદલ તેઓનો પણ આભાર માનું છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. સપ્ટેમ્બર-૨૦૧૧ શ્રીમતી જયંતિ રવિ ઉપાધ્યક્ષ