________________ પ્રકાશન પર્વે ચારેક દાયકા પહેલાં પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરીક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મુકાઈ. આ યોજના અન્વયે કેન્દ્ર સરકારે રાજ્યદીઠ ગ્રંથનિમણ બોર્ડ સ્થાપવાનો નિર્ણય કર્યો અને એમ ૧૯૭૦માં આપણા ગુજરાતનું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું. પુસ્તક પ્રકાશન માટે તો કેન્દ્ર સરકારે અનુદાન આપવાનું સ્વીકારી જ લીધેલું, 1976 થી આપણી ગુજરાત સરકારે બોર્ડના સઘળા વહીવટી ખર્ચનું ઉત્તરદાયિત્વ પણ સ્વીકારી લીધું. આમ બબ્બે સરકારો દ્વારા પોષાતા આ બોડે, સતત બદલાતાં પણ નીવડેલાં કેળવણીકારોના નેતૃત્વ હેઠળ વિશુદ્ધ વિદ્યાસંસ્થા તરીકે ગજબનું કાઠું કાઢ્યું છે, એટલું જ નહીં વિદ્યાવ્યાસંગીઓના સંસર્ગમાં રહીને તે સરસ્વતી ઉપાસનાનું તીર્થ બની રહ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ વિદ્યાશાખાના વિવિધ વિષયના અભ્યાસક્રમોને અનુરુપ સંદર્ભગ્રંથો તૈયાર કરાવવાનું મહત્ત્વનું કામ બોર્ડ કરે છે. આ માટે વિદ્વાનો અને તજજ્ઞોને ગ્રંથલેખન માટે સન્માનપૂર્વક ઈજન પાઠવવામાં આવે છે, સાથે સાથે વિદ્વાનો તરફથી આવતા ઉપયોગી પ્રકાશનોના પ્રસ્તાવો ઉપર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે. એ ભાગ્યે જ કહેવાનું હોય કે બોર્ડનાં પુસ્તકો માટે ગુણવત્તા (quality)અને પ્રમાણભૂતતા (authenticity)નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓ માટે જ આ પુસ્તકો લખાતાં હોઈ એની કિંમત પણ વિદ્યાર્થીના ખિસ્સાને પરવડે એવી રાખવામાં આવે છે. ગ્રંથપ્રકાશનની આ યોજનાના અનુસરણમાં વિનયન વિદ્યાશાખાના તત્ત્વજ્ઞાન વિષયના અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત સંદર્ભગ્રંથો પ્રાપ્ય બની રહે એ હેતુથી ડૉ. જયેન્દ્રકુમાર યાજ્ઞિક દ્વારા તૈયાર થયેલ સંદર્ભગ્રંથ જગતના વિદ્યમાન ધર્મોની પ્રથમ આવૃત્તિ ૧૯૮૪માં પ્રસિદ્ધ કરવામાં આવેલી. અભ્યાસક્રમ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી આ સંદર્ભગ્રંથની પ્રથમ બાદ ૧૯૯૩માં એની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. એ આવૃત્તિની બધી જ નકલો