________________ 36 જગતના વિદ્યમાન ધર્મો મહત્ત્વનો અને પ્રાચીન સંગ્રહ છે. આર. ઈ. હ્યુમ કહે છે તેમ, “જગતના વિદ્યમાન ધર્મોનાં શાસ્ત્રોમાં ઋગ્વદ એ ખરેખર સૌથી વધારે પ્રાચીન ગ્રંથ છે,”૧૩ પ્રત્યેક વેદમાં 1. સંહિતા કે મંત્ર, 2. બ્રાહ્મણ અને 3. આરણ્યક તથા ઉપનિષદ્ એ ત્રણ વિભાગો હોય છે. આ ત્રણે વિભાગની અનુક્રમે ઝાંખી કરીએ. 1. સંહિતા કે મંત્ર વિભાગ : આ વિભાગમાં પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થનાનો સમાવેશ થયેલો છે. દા.ત., 1. હે બલવંત ઇન્દ્ર ! આ અત્યંત મીઠી વાણી વડે પુત્ર પિતાનું વસ્ત્ર ઝાલે તેમ હું તારું ઝાલું છું. 2. મારી વૃત્તિઓ, ગાયો એમના વાડા પ્રત્યે વળે એમ ઉરચક્ષા (સર્વને જોતા, વિશાળ નેત્રવાળા) વરુણને ઇચ્છતી એમના તરફ પાછી વળે અમારો સૌથી ઉપરનો, વચલો અને નીચેનો પાશ (બંધ) છોડ, જેથી અમે જીવીએ.૧૪ (સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ ત્રણ પ્રકારનાં શરીરનાં બંધનમાંથી છૂટી આત્મા જ્યારે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે જ તેને ખરા અર્થમાં જીવન (અમરતા)ની પ્રાપ્તિ થાય છે. આમ, આ પ્રાર્થનાનું હાર્દ છે : “મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.”) 2. બ્રાહ્મણ વિભાગ : આ વિભાગમાં “બ્રહ્મ” કહેતાં ધર્મ કે નીતિનું તત્ત્વ અને તેની સ્થૂળ અભિવ્યક્તિરૂપ યજ્ઞની ક્રિયાઓનું વર્ણન આવે છે. દા.ત., જે કોઈ છે તે ઋણ (દેવું)વાળો જ જન્મે છે. એ જન્મે છે તેવો જ દેવોનું, ઋષિઓનું, પિતૃઓનું અને મનુષ્યોનું ઋણ (દવું) લઈને જ જન્મે છે : 1. એ યજન કરે છે, કારણ કે તે દેવનું ઋણ લઈને જન્મ છે. 2. એ અધ્યયન કરે છે, કારણ કે તે ઋષિઓ પ્રત્યે ઋણ લઈને જન્મે છે. 3. એ પ્રજા ઇચ્છે છે, કારણ કે તે પિતૃઓનું ઋણ લઈને જન્મે છે. 4. એ અતિથિને વાસ અને અન્ન આપે છએ, કારણ કે તે મનુષ્યો પ્રત્યે ઋણ લઈને જન્મે છે.” શ્રદ્ધા એ પત્ની છે: સત્ય એ યજમાન (અગ્નિહોત્રી-પતિ) છે. શ્રદ્ધા અને સત્ય એ ઉત્તમ જોડું છે. શ્રદ્ધા અને સત્ય એ જોડા વડે સ્વર્ગલોકને જીતે છે (પ્રાપ્ત કરે છે.).”૧૫ 3. આરણ્યક અને ઉપનિષદ્ વિભાગ : બ્રાહ્મણગ્રંથો કર્મપ્રધાન કે યજ્ઞપ્રધાન છે. આ ગ્રંથોમાંથી આપણે ઉપર આપેલાં અવતરણો જોતાં એ સ્પષ્ટ થશે કે યજ્ઞ પાછળથી ધર્મભાવનાથી બ્રાહ્મણગ્રંથો અજાણ નથી. આમ છતાં, ધર્મના રહસ્ય અંગેનું ઊંડું ચિંતન તો બ્રાહ્મણગ્રંથોમાં નહિ, પણ આરણ્યક અને ઉપનિમાં જ જોવા મળે