________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 25 શકતા નથી તેવી જ રીતે જે અભ્યાસવિષય સામે આપણને પૂર્વગ્રહ હોય તે અભ્યાસવિષયનું સાચું જ્ઞાન આપણને થઈ શકતું નથી. ધર્મ માત્રને ઉતારી પાડવાની દષ્ટિથી થતો ધર્મોનો અભ્યાસ પૂર્વગ્રહપ્રેરિત હોઈ, તેનાથી અભ્યાસીને ધર્મના શુદ્ધ કે સાચા સ્વરૂપનો નહિ પણ તેની વિકૃતિઓનો જ પરિચય થાય છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે અંધશ્રદ્ધા, વહેમ વગેરેને આધારે નભતાં ધર્મનાં વિકૃત રૂપોને જ ધર્મ માની લેવાનું વલણ નૈતિક દૃષ્ટિએ તદ્દન અસ્વીકાર્ય છે. આનો અર્થ એ કે ધર્મોનો અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ સર્વથા ત્યાજ્ય છે. 2. પોતાના સિવાયના અન્ય ધર્મો ખોટા છે એમ સાબિત કરવાના આશયથી થતો ધર્મોનો અભ્યાસ : જે અભ્યાસીઓને પોતાના ધર્મ પ્રત્યે વધારે પડતો ખોટો પક્ષપાત હોય અને તેને પરિણામે જેમનું મન ધમધતાની જોરદાર પકડમાં આવી ગયું હોય તેવા અભ્યાસીઓ ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ આવકારે છે. પૂર્વ અને પશ્ચિમની કેટલીક નામાંકિત વ્યક્તિઓએ પણ આ દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કર્યો છે, અને એ દ્વાર એમ સાબિત કરવાનો પ્રયત્ન કરેલો છે કે અમુક એક જ ધર્મ (અભ્યાસીનો પોતાનો ધર્મ) સાચો છે અને બીજા ધર્મો તદ્દન ખોટા છે.૧૨ સમીક્ષા : “પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર”ના ન્યાયે જે ધર્મપ્રેમી માણસ પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમમાં આંધળો બની ગયો હોય તે અન્ય ધર્મમાં પણ એ જ પરમેશ્વરની આરાધના થાય છે તે વાતને સમજી શકતો નથી. બીજી રીતે કહીએ તો, મોહ અને અંધકારથી પ્રેરાયેલો કોઈ પણ વિષયનો અભ્યાસ તે વિષયનું સાચું જ્ઞાન આપવામાં સફળ થઈ શકતો નથી. એટલે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ ધર્માધતા પર આધારિત છે અને તેથી એમ સિદ્ધ થાય છે કે તે દ્વારા ધર્મના સાચા અને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. વળી એક ધર્મના અનુયાયી એક ધર્મ જ સાચો છે અને એ સિવાયના બધા ધર્મો ખોટા છે એમ સાબિત કરવાનો યત્ન કરે અને બીજા ધર્મના અનુયાયી બીજો ધર્મ સાચો છે અને બાકીના બધા ધર્મો ખોટા છે એમ દર્શાવવાનો પ્રયત્ન કરે તો એને પરિણામે એક પ્રકારની ખેંચાખેંચીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક દૃષ્ટિએ શરમજનક છે, એટલું જ નહિ પણ તાર્કિક દૃષ્ટિએ પણ એ સ્વઘાતક છે, કારણ કે જુદા જુદા ધર્મોના સામસામા ખંડનમંડનને પરિણામે આખરે તો બધા ધર્મોનું ખંડન જ થાય છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ પણ સંપૂર્ણપણે ત્યાજ્ય છે. 3. પોતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે એમ સાબિત કરવાના આશયથી હાથ ધરવામાં આવતો ધર્મનો અભ્યાસઃ પોતાના ધર્મ પ્રત્યેના ખોટા પક્ષપાતને પરિણામે જે ધર્મપ્રેમી અભ્યાસીઓ પોતાના ધર્મ અંગેનું મિથ્યા અભિમાન ધરાવતા થઈ જાય છે તેવા અભ્યાસીઓને બીજાના ધર્મો સ્વાભાવિક રીતે બહુ ઝાંખા લાગે છે. આમ, પોતાના ધર્મ અંગે વધારે પડતું અભિમાન રાખનારા અભ્યાસીઓ ધર્મના અભ્યાસ