________________ 24 જગતના વિદ્યમાન ધર્મો પીડવા નથી, આપણે પીડાવું છે. એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.”૧૦ 4. ધર્મના અભ્યાસ અંગેના અભિગમો ધર્મના અભ્યાસ પ્રત્યેના અભિગમો વિવિધ હોઈ શકે છે. આમાંના કયા અભિગમથી થતો ધર્મનો અભ્યાસ આધ્યાત્મિક દષ્ટિએ આવકારદાયક છે એ બાબતની સ્પષ્ટતા કરવા માટે આપણે અહીં ધર્મોના અભ્યાસ પ્રત્યેના કેટલાક અભિગમોની સમીક્ષા કરીશું. ધર્મોના અભ્યાસ પ્રત્યેના વિવિધ અભિગમોમાંના નીચેના પાંચ ખાસ નોંધપાત્ર છે : 1. ધર્મ માત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ થતો ધર્મનો અભ્યાસ. 2. પોતાના સિવાયના અન્ય ધર્મો ખોટા છે એમ સાબિત કરવાના આશયથી થતો ધર્મોનો અભ્યાસ. પોતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે એમ સાબિત કરવાના આશયથી હાથ ધરવામાં આવતો ધર્મોનો અભ્યાસ. 4. તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં બધા ધર્મો સમાન છે એમ સ્પષ્ટ કરવાના આશયથી કરવામાં આવતો ધર્મોનો અભ્યાસ. પ. સર્વધર્મસમભાવની દષ્ટિને અનુસરીને કરવામાં આવતો વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. ધર્મોનાં અભ્યાસ પ્રત્યેના ઉપરના પાંચ અભિગમોમાંના પ્રત્યેકની આપણે સમજૂતી મેળવીશું અને તેની સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. 1. ધર્મમાત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ થતો ધર્મનો અભ્યાસ : જે અભ્યાસીઓને પોતાના કે અન્યના જીવનમાંથી ધર્મના સાચા સ્વરૂપની ઝાંખી થયેલી ન હોય, એટલું જ નહિ પણ ધર્મ એ અજ્ઞાની અને વહેમી લોકોમાં ચાલી શકે તેવું એક ધતિંગ છે એવો પૂર્વગ્રહ જેમના મનમાં દઢ થઈ ગયો હોય તેવા અભ્યાસીઓ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આવો અભિગમ સ્વીકારે છે દા.ત., સોલોમન રેઈનાખ નામના વિદ્વાને ધર્મ માત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કરીને એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધા ધર્મો વહેમ, દુરાગ્રહ અને અજ્ઞાનને જ આભારી છે. આથી તેમના અભ્યાસનો નિષ્કર્ષ એ છે કે જગતમાં જેમ ધર્મોની સંખ્યા અનેક છે તેમ તેમને લગતી મર્યાદાઓ પણ અનેક છે. આથી તેઓ ધર્મનું આ પ્રમાણે લક્ષણ આપવાની હિમાયત કરે છે : “આપણી શક્તિઓના સ્વતંત્ર વિહાર અને વિકાસમાં અવરોધ પેદા કરનારા ખ્યાલોનો સમૂહ એટલે ધર્મ.” સમીક્ષા : માણસને કોઈ પણ વિષયનું સાચું જ્ઞાન ત્યારે જ મળે છે કે જયારે તે કોઈ પૂર્વગ્રહથી પ્રેરાઈને નહિ પણ ખુલ્લા મનથી તેનો અભ્યાસ કરે. આમ, જેવી રીતે આપણને જે વ્યક્તિ સામે પૂર્વગ્રહ હોય તે વ્યક્તિનો સાચો પરિચય આપણે મેળવી