________________ તાઓ ધર્મ 2 23 પ્રાચીન ગુરુ” (Old Master) એવો થાય છે. આમ જેમને વિદ્વાનો લાઓત્ન તરીકે ઓળખાવે છે તેમનું ખરું નામ “લિ' (Li) હતું. લાઓત્ન કયુશિયસના સમકાલીન હતા અને ઉંમરમાં તેમના કરતાં પચાસ વર્ષ મોટા હતા. લાઓત્સુનો જન્મ ઈ.સ. પૂ. ૬૦૪માં ચીનના હોનાન પ્રાન્તના શુ-ઝેન નામના ગામમાં થયો હતો. જન્મ સમયે તેમના વાળ સફેદ હતા, સ્વભાવ ચિંતનશીલ જ્ઞાનીના જેવો હતો. આથી તેમને વૃદ્ધ બાળક અને પ્રાચીન ગુરુ (લાઓત્સુ)નું વિશેષણ મળ્યું હતું. લાઓ7 નમ્ર સ્વભાવના અને અંતર્મુખ વ્યક્તિત્વવાળા હતા. એકાંત, નિવૃત્તિપરાયણ અને ચિંતનશીલ જીવન તેમને વધુ પસંદ હતું. કોઈ પણ પ્રકારના બદલાની ઇચ્છા સિવાય બધા તરફ સજ્જનતા રાખવી એ સિદ્ધાંતનો તેમણે પોતાના આચરણ દ્વારા ઉપદેશ કર્યો હતો. તેઓ કહેતા, “જેઓ સારા છે. તેમની પ્રત્યે હું સારી રીતે વર્તે છું. આમ મને સારપ મળી રહે છે... અને જેઓ સંનિષ્ઠ નથી તેમની પ્રત્યે પણ હું સંનિષ્ઠાપૂર્વક વર્તુ છું, આમ મને સંનિષ્ઠા મળી રહે છે.” (તા. તે ચિ. 49). લાઓની ખ્યાતિ એક મહાન ધર્મપુરુષ તરીકે સમગ્ર ચીનમાં ફેલાઈ હતી. પરમ ગૂઢ તત્ત્વ તાઓનો તેમણે સાક્ષાત્કાર કર્યો હતો તેમની તાઓ તત્ત્વાનુભૂતિનું તેમના જ શબ્દોમાં વર્ણન કરીએ : એનું વિશેષનામ હું જાણતો નથી. પણ હું એને “માર્ગ એવા ઉપનામથી ઓળખાવું છું, અને મારી શક્તિ વાપરીને એને માટે શબ્દ શોધું તો મારે એને “મહાન” કહેવું જોઈએ.” લાઓત્રુના જીવનવ્યવહાર સંબંધી વિશેષ કંઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમના વ્યવસાય વિષેની જે માહિતી મળે છે તે પ્રમાણે તેઓ ચાઉ શહેનશાહના દરબારમાં દફતરદારનો માનવંતો હોદ્દો ધરાવતા હતા. આ સમયમાં કફ્યુશિયસે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કર્યુશિયસે તેમને પોતાના વડીલ અને મુરબ્બી જાણીને તેમની પાસે રાજ્ય અને સમાજસુધારણા માટે માર્ગદર્શન માગ્યું. જવાબમાં લાઓત્સુએ ઠપકો આપતા કહ્યું: “સમાજસુધારણા કરતાં પહેલાં તમારી જાતને જ સુધારો અને આંતરિક શુદ્ધિ ઉપર ભાર મૂકો.”૭ બીજો એક પ્રસંગ લાઓત્સુની સાધનાપદ્ધતિનો નિર્દેશ કરે છે. જ્યારે કફ્યુશિયસ લાઓત્સુને મળવા ગયા ત્યારે તેઓ એટલા બધા નિશ્ચલ હતા કે તેઓ ભાગ્યે જ કોઈ મનુષ્યને મળતા આવે. કફ્યુશિયસે લાઓત્નને કહ્યું : ““શું મને મારી આંખો છેતરે છે? હમણાં મને તમે જીવનવિહોણા ટુકડા જેવા લાગ્યા, જાણ કે તમારામાં કશું ચેતન ન હોય.” લાઓત્સુએ કહ્યું: એ સાચું છે, હું વસ્તુઓના આદિ સ્વરૂપમાં વિચરતો હતો.”૮ લાઓત્સુ પોતાના વ્યવસાયને વફાદાર હતા, કારણ કે તેઓ જે કામ કરતા હતા તે જીવ રેડીને કરતા હતા. જ્યારે એમને લાગ્યું કે ચાઉનું રાજ્ય હવે ભાંગતું