________________ પ્રકરણ-૧૪ તાઓ ધર્મ - મુકુન્દ કોટેચા પ્રાસ્તાવિક : ચીનની ધર્મભાવના પ્રમાણે ધર્મ એ તો માનવમાત્રને માટે નૈસર્ગિક અને સ્વાભાવિક બાબત છે. ધાર્મિક બનવા માટે માણસે માણસ તરીકે મટી જવાની જરૂર નથી. હિંદુ ધર્મની જેમ ચીનનો ધર્મ પણ માને છે કે ધર્મ એ તો માનવ સ્વભાવ સાથે જડાયેલું તત્ત્વ છે. જ્યાં સુધી તાઓ ધર્મને લાગેવળગે છે ત્યાં સુધી આ વાત ખરી છે, કારણ કે તેમાં વિશ્વ અને માનવનું મૂળગત ઐક્ય સ્વયંસિદ્ધ માનેલું છે. 2 તાઓનો અર્થ : તાઓ એક ગૂઢાર્થી શબ્દ છે. તેનું અનેક રીતે અર્થઘટન અને ભાષાંતર થયું છે. જેમ કે, ઈશ્વર, બુદ્ધિમત્તા, બ્રહ્મન્, પરમ તત્ત્વ વગેરે. “દૈવી માર્ગના અર્થમાં તાઓ' શબ્દ વધુ પ્રચલિત બનેલો છે. એ. જે. બામ તાઓ ધર્મગ્રંથ-તાઓ-તે-ચિંગ-ની પોતે તૈયાર કરેલી આવૃત્તિમાં તાઓનું અર્થઘટન પ્રકૃતિ અથવા સ્વભાવ એવું કરે છે. આમ તાઓનો મૂળ અર્થ એ જ થાય છે જે “ધર્મનો થાય છે. ધર્મનો એક અર્થ સ્વભાવ કે ગુણધર્મ પ્રચલિત છે. જેમ અગ્નિ બાળે છે, બરફ ઠંડક આપે છે, હવા અદશ્ય છે, બીજ પાંગરે છે. આ બધું સ્વભાવગત થાય છે. તાઓ ધર્મના હાર્દરૂપે કહેવાયું છે કે મનુષ્ય જ્યારે પ્રકૃતિના સ્વાભાવિક પ્રવાહમાં દખલગીરી કરે છે ત્યારે દુઃખી થાય છે, આથી સુખી થવા માટે તમામ કૃત્રિમતાઓ છોડી કુદરતના ખોળે અને પોતાના સ્વભાવમાં પાછા ફરવું જોઈએ. આમ, તાઓ એક ધર્મ તરીકે સ્વરૂપસિદ્ધિનો માર્ગ છે. રોબર્ટ ડગલસ કહે છે, તાઓ પથ પણ છે અને પથિક પણ છે. તે સનાતન માર્ગ છે જેના પર તમામ અસ્તિત્વ ધરાવતી વસ્તુ ચાલે છે છતાં આમાંની કોઈએ તેનું નિર્માણ નથી કર્યું, કારણ કે એ તો અસ્તિત્વ સ્વયં છે. મહાત્મા લાઓત્યુ અને તેમના અનુયાયીઓ : લાઓ7 એ કોઈ વ્યક્તિવાચક નામ નથી. પરંતુ એક વિશેષણ છે જેનો અર્થ