________________ યહૂદી ધર્મ 167 પ્રાર્થના, પૂજા અને ધાર્મિક ઉપદેશ સાંભળવામાં સમય પસાર કરવામાં આવે છે. સાંસારિક વ્યાવસાયમાંથી મુક્તિ મેળવી માણસ અઠવાડિયે એક દિવસ ઈશ્વરાભિમુખ બની શકે અને પશુઓ તથા ગુલામોને એક દિવસ આરામ મળી રહે એવા બેવડા શુભાશયથી આ આજ્ઞા કરવામાં આવેલ છે. આ ઉપરાંત, પૈસોવર, પેન્ટીકોસ્ટ, રોશસાના વગેરે ઉત્સવો દ્વારા પણ યહૂદીઓ પોતાની ભક્તિભાવના પ્રગટ કરે છે. 6. વૈરાગ્યભાવના : 1. વૈરાગ્યભાવનાનું સ્વરૂપ : સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરવાની ભાવના યહૂદી ધર્મમાં જોવા મળતી નથી. જેરુસલેમના મંદિરનો નાશ થયા પછી ઈઝરાયલમાં સાધુઓ વધી પડ્યા હતા ત્યારે રબી જોશુઆએ તે સાધુઓ 2. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિ : આમ, યહૂદી ધર્મમાં કડક ત્યાગવૃત્તિને અનુમોદન આપવામાં આવતું નથી. પરંતુ યહૂદી ધર્મમાં વૈરાગ્યભાવના પ્રગટ કરતા ઉલ્લેખો કવચિત મળી રહે છે ખરા; દા.ત., 1. ગેબિરોલ કહે છે કે નાશવંત એવા શરીરનું અભિમાન કે મોહ શા માણસમાં અનેક પ્રકારનાં દૂષણોને દાખલ કરે છે તેઓ લખે છે કે માણસોને જો સારાં સારાં મનભાવતાં ભોજન કરવાની ટેવ પડે છે તો તેને મેળવવા માટે માણસ અપ્રામાણિકતા આચરે છે. લોભી બને છે. જૂઠું બોલે છે અને બીજું શું શું નથી કરતો? જો માણસ વિષયસુખથી વૃત્તિને પાછી વાળે તો ધર્મના નીતિમય માર્ગે આગળ વધી શકે. ઉપસંહાર : યહૂદી ધર્મનો ઉપદેશ અમુક દેશ કે કાળ માટે જ બંધબેસતો હતો તેવું નથી. પરંતુ તે ઉપદેશ સર્વ દેશના માણસોને હંમેશ માટે ઉપયોગી નીવડે તેવો છે. તાલમૂદના એક પરિચ્છેદમાં એક રબીએ યહૂદી ધર્મના ઉપદેશનો ઉપસંહાર કરતાં નીચે દર્શાવ્યા પ્રમાણે લખ્યું છે. સિનાઈ પર્વત ઉપર મોઝીઝને કુલ 613 આજ્ઞાઓ ફરમાવવામાં આવી હતી. ગીતશાસ્ત્રના ૧૫મા ભજનમાં તેને ટૂંકાવીને અગિયાર કરવામાં આવી. ઈસાઈયાહ તેને હજી ટૂંકાવે છે, અને મિકાહ તેને ઘટાડીને ટૂંકમાં આ રીતે મૂકે છે : “ન્યાયને અનુસરો, દયાને ચાહો અને ઈશ્વરને નમ્રતાપૂર્વક અનુસરો !" હબાકકુક આ ત્રણને ટૂંકાવીને ફક્ત એક જ વિધાનમાં રજૂ કરે છે : “સદાચરણી