________________ 166 જગતના વિદ્યમાન ધર્મો નૈતિક સગુણો H ઉપરનાં અવતરણોના અભ્યાસ પરથી સ્પષ્ટ થશે કે, પ્રામાણિકતા, ઉદારતા, દયા, પરોપકાર, ભલમનસાઈ, ન્યાયીપણું વગેરે નૈતિક સદ્ગણોના આચરણ ઉપર અન્ય ધર્મોની પેઠે યહૂદી ધર્મ પણ ખાસ ભાર મૂકે છે. યહોવાહને અનૈતિક આચરણ બિલકુલ પસંદ નથી. તે આ સાત બાબતોને ધિક્કારે છે : “ગર્વિષ્ઠ આંખો; જૂઠાબોલી જીભ; નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ; દુખ તરંગો રચનાર હૃદય; નુકસાન કરવા માટે દોડતા પગ; અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.”૨૮ . જેમ હાથીના પગલાંમાં અન્ય સર્વ પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય તેમ ડહાપણ” એ એક એવો સદ્ગણો છે કે અન્ય સર્વ સણોનો ઉદ્ધવ અને અનુસરણ તેના પર અવલંબે છે. અનીતિના લપસણા માર્ગે સરી પડતી વ્યક્તિને હાક મારીને પાછી વાળવાનું કાર્ય ડહાપણ કે જ્ઞાન કરે છે. 5. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપઃ ઈશ્વર પ્રત્યેનો અનન્ય સ્નેહ એટલે ભક્તિ. આ સંદર્ભમાં જોઈએ તો યહૂદીઓ પતિવ્રતા સ્ત્રીની પેઠે એકમાત્ર યહોવાહને જ ચાહે છે. તેમની આજ્ઞાનું પાલન કરીને તેમને પ્રસન્ન કરવા પ્રવૃત્ત રહે છે. યહોવાહ તેમના ભક્તની પરીક્ષા કરે છે. પોતાના પરની તેની શ્રદ્ધાને કસોટીની સરાણે ચઢાવે છે. જ્યારે તે પરીક્ષામાંથી હેમખેમ પાર ઊતરે છે ત્યારે યહોવાહ તેની સંમુખ પ્રગટ થઈને તેના પર કૃપા વરસાવે છે. 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ ધર્મનિષ્ઠ યહૂદીના કોઈ પણ દિવસનો આરંભ નીચેની પ્રાર્થનાથી થાય છે : “તારા પડોશીને તું તારી જાત જેટલો જ ચાહીશ એ આદેશને પરિપૂર્ણ કરવાની મારી જવાબદારીનો હું સ્વીકાર કરું છું.” રાતે નિદ્રાધીન થતાં પહેલાં યહૂદીઓ નીચે પ્રમાણે પ્રાર્થના ગાય છે : હું ઊંઘી જાઉં ત્યાર પહેલાં અને હું જાણું ત્યાં સુધી હું મારો આત્મા તે ઈશ્વરની હથેળીમાં મૂકું છું અને મારું શરીર મારાથી વિખૂટું પડી જાય છે. હું નિર્ભય શાન્તિથી પ્રભુમાં વિશ્રાંતિ લઉં છું.”૨૯ રોજની પ્રાર્થના ઉપરાંત દર અઠવાડિયે એક દિવસ વિશ્રાંતિવાર મનાવવામાં આવે છે તેને સેબેથ કહે છે. યહોવાહે આપેલી દસ આજ્ઞાઓ પૈકીની એકમાં છ દિવસ કામ કર્યા પછી એક દિવસ વિશ્રાંતિ લેવાનું ફરમાન કરવામાં આવેલું છે. શુક્રવારની સાંજથી શનિવારની સાંજ સુધીના આ સમયને પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન ખેતી વગેરે વ્યાવહારિક ઉદ્યમ ન કરતાં