________________ 164 જગતના વિદ્યમાન ધર્મો ઉત્પત્તિ કર્યા પછી દેવે પોતાના રૂપને મળતા આવે તેવા માણસને ઉત્પન્ન કર્યો. નરનારી ઉત્પન્ન કર્યા. દેવે તેમને આશીર્વાદ દીધો અને કહ્યું કે સફળ થાઓ, ને વધો ને પૃથ્વી ભરપૂર કરો ને તેને વશ કરો. માણસે પોતાના સર્જક ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને તેની આજ્ઞાઓનું દઢપણે પાલન કરવું જોઈએ તથા પ્રભુચીંધ્યા સદાચરણના માર્ગે ચાલવું જોઈએ. યહોવાહે પોતે સિનાઈ પર્વત ઉપર મોઝીઝને સાક્ષાત્ દર્શન દઈને પોતાનું સ્વરૂપ, પોતાની ઇચ્છા તથા યહૂદી પ્રજા સાથેનો કરાર એમણે જણાવ્યો હતો. કરવામાં આવતો ન હતો. યહૂદી પ્રજા ટકી રહેશે પરંતુ વ્યક્તિગત માણસો મૃત્યુ પામતા નષ્ટ થઈ જાય છે એવું દર્શાવતા ઉલ્લેખો હિબ્રૂ બાઈબલમાં મળી રહે છે. જેમ કે “મરેલા જીવશે નહિ; મોત પામેલાઓ ફરી ઊઠશે નહિ.”૧૬ “મરણાવસ્થામાં તારું સ્મરણ થતું નથી.”૧૭ પરંતુ તાલમૂદમાં તેમજ પાછળથી લખાયેલા અન્ય ગ્રંથોમાં સ્વીકારાવા લાગ્યું કે માણસ કબરમાં જળવાઈ રહે છે અને એક દિવસ એવો આવશે કે જ્યારે મડદાંઓ બેઠાં થશે.૧૮ તાલમૂદનું એક અવતરણ જુઓ : “પુણ્યશાળી જીવો પોશાક સાથે (કબરમાંથી) ઊઠશે, કારણ કે જમીનમાં વાવેલો એક ખુલ્લો ઘઉંનો દાણો અનેક પોશાક પહેરીને બહાર નીકળે છે તો લૂગડાંથી ઢાંકેલું પુણ્યશાળીનું શરીર સઘળો પોશાક પહેરીને ઊભું થાય તેમાં શું આશ્ચર્ય ?"19 ૧૮૯૬માં અમેરિકામાં યહૂદી ધર્મગુરુઓએ એક પરિષદ બોલાવીને યહૂદી ધર્મના સિદ્ધાંતો નક્કી કર્યા હતા. તેમાં “આત્મા અમર છે અને “પાપ-પુણ્યનો બદલો મળે છે એ બંને સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલમૂદમાં કહેવાયું છે કે વડીલોને માન આપવું, દયાનાં કાર્યો કરવાં, શાંતિનો ફેલાવો કરવો અને સવિશેષ તો પવિત્ર ગ્રંથોનો સ્વાધ્યાય કરવો વગેરે એવાં સુકૃત્યો છે કે જેના બદલારૂપ વ્યાજ માણસ પોતાના જીવનકાળ દરમિયાન મેળવે છે અને તેનું મુદ્દલ મૃત્યુ પછી પ્રાપ્ત કરે છે.૨૦ આમ, યહૂદી ધર્મમાં આત્માના અમરત્વનો સિદ્ધાંત પાછળથી સ્વીકારવામાં આવેલો છે. પરંતુ તેમાં પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. યહૂદી ધર્મ કર્મનો સિદ્ધાંત માન્ય રાખે છે. કર્મનાં ફળ માણસે પોતાના જીવન દરમિયાન અથવા મૃત્યુ પછી પણ ભોગવવાં પડે છે. મોક્ષના સ્વરૂપ અંગેની વિશદ વિચારસરણી હિબ્રૂ બાઈબલમાં જોવા મળતી નથી, પરંતુ માનવજીવનનું અંતિમ ધ્યેય પ્રભુ-પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું જણાઈ આવે છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનાં સાધનો તરીકે ભલમનસાઈ, દયા, પ્રેમ, ઉદારતા વગેરે ગણવામાં આવે છે.