________________ યહૂદી ધર્મ 163 3. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. ઈશ્વરનું સ્વરૂપ અને તેનો જીવ અને જગત સાથેનો સંબંધ ? યહૂદી. ધર્મમાં પરમ તત્ત્વને યહોવાહ કહેવામાં આવે છે. યહૂદી ધર્મના ગ્રંથોને આધારે યહોવાહના સ્વરૂપને નિરૂપવાનો પ્રયત્ન કરીએ.. જૂના કરારની દસ આજ્ઞાઓ પૈકી પહેલી આજ્ઞામાં જ યહૂદી ધર્મનો એકેશ્વરવાદ જોવા મળે છે. ઈશ્વર જગતનો સર્જક છે. ઈશ્વર સચરાચરમાં વસે છે. તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં ? જો હું આકાશમાં ચઢી જાઉં તો તું ત્યાં છે; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તું જ છે.”૧૨ યહૂદી ધર્મમાં ઈશ્વરનો આકાર માણસના જેવો કલ્પવામાં આવ્યો છે. ડેનિયલના પુસ્તકમાં સિંહાસન પર વિરાજમાન મનુષ્યાકૃતિવાળા ઈશ્વરનું વર્ણન મળી આવે છે. 13 જગત સાથે ઈશ્વરનો સંબંધ સર્જક તરીકેનો છે તે આપણે ઉપર જોઈ ગયાં. જીવો સાથે ઈશ્વરનો સંબંધ ઉદ્ધારક તરીકેનો છે.૧૪ ઈશ્વર હંમેશાં આપણી રક્ષામાં જ હોય છે. ગીતશાસ્ત્રમાં ઘેટાંને ચારનાર પ્રેમાળ ભરવાડની સાથે ઈશ્વરની તુલના કરી છે. યહોવાહ મારો પાલક છે તેથી મને ખોટ પડશે નહિ. તે લીલાં બીડમાં મને સુવાડે છે. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.”૧૫ ઉદ્ધારકને યહૂદી ધર્મમાં “મસીઆહ' કહેવામાં આવે છે. યહૂદી ધર્મની મેસીઆહ અંગેની માન્યતા હિન્દુ ધર્મની અવતારવાદની માન્યતાને મળતી આવે છે. યહૂદીઓ માને છે કે જ્યારે દુઃખો અત્યંત વધી પડશે ત્યારે “મસીઆહ એટલે કે એક દૈવી ઉદ્ધારક આવશે અને પ્રજાને દુ:ખમાંથી મુક્ત કરશે. આ માન્યતાને લીધે યહૂદી પ્રજા અનેક પ્રકારનાં રાજકીય અને કુદરતી દુઃખોનો હિંમતપૂર્વક સામનો કરી શકી, એટલું જ નહિ, તેમના જીવનમાં વ્યવસ્થિતતા અને સહનશીલતા આવી. 2. જીવનું સ્વરૂપ, માણસની મરણોત્તર સ્થિતિ અને કર્મફળ H યહૂદી ધર્મની માન્યતાનુસાર પૃથ્વી, પાણી, આકાશ, વનસ્પતિ અને પશુપંખીઓની