________________ યહૂદી ધર્મ . ૧પ૯ પોતાનો કોઈ પ્રદેશ ન હતો. તેથી આ પ્રજા જ્યાં જતી ત્યાં તેને પરદેશી ગણવામાં આવતી અને તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો. ઇજિપ્તમાં વસેલા એક ગરીબ કુટુંબમાં મોઝીઝનો જન્મ થયો. ઇજિપ્તના રાજાએ એવો વટહુકમ બહાર પાડેલો કે કોઈ પણ યહૂદીને ત્યાં પુત્ર જન્મે તો તેને નદીમાં ફેંકી દેવો અને પુત્રી જન્મે તો જીવતી રાખવી અને ઉંમરલાયક થતાં ઇજિશિયન સાથે પરણાવી દેવી આવા સંયોગોમાં મોઝીઝનો જન્મ થયો. મોઝીઝની માતાએ થોડા સમય સુધી પોતાના પુત્રને છુપાવી રાખ્યો, પરંતુ આખરે પકડાઈ જવાની બીકે લાકડાની પેટીમાં બાળકને મૂકી, પેટીને નદીકાંઠાના બરુઓ વચ્ચે મૂકી દીધી. નદીએ નાહવા ગયેલ રાજકુંવરીએ આ પેટી જોઈ. તેમાંથી બાળકની લઈને તે મહેલમાં આવી. બાળકના ઉછેર માટે ધાવ શોધી લાવવા રાજકુંવરીએ દાસીને મોકલી. આ દાસી મોઝીઝની સગી બહેન હતી. ધાવ તરીકે તે મોઝીઝની માતાને તેડી લાવી. આમ, મોઝીઝની માતાએ જ સ્તનપાન કરાવી પોતાના પુત્રને ઉછેર્યો. રાજમહેલમાં ઊછરનાર મોઝીઝ યુવાન થતાં પ્રસંગોપાત્ત યહૂદી ગુલામોની સાથે ભળવા લાગ્યો. યહૂદીઓ પાસેથી તેમને “ભક્તોના પિતા” અને “પ્રભુના મિત્ર” અબ્રાહમની વાતો સાંભળવા મળી. ગુલામી દશામાં સબડતા યહૂદી લોકોની દુર્દશા જોઈને મોઝીઝનું હૃદય ઊકળી ઊઠ્યું. એક યહૂદી ગુલામને એક ઇજિપ્શિયન વિના વાંકે મારી રહ્યો હતો; તે જોઈને મોઝીઝને ગુસ્સો ચડ્યો. ગુસ્સામાં એ ઇજિપ્શિયનનું ખૂન કરી નાખ્યું. નાચીઝ ગુલામ ખાતર ઇજિપ્શિયનનું ખૂન કરવું એ ભયંકર ગુનો હતો. આથી મોઝીઝ ઇજિપ્ત છોડીને રણપ્રદેશમાં ચાલ્યા ગયા. આ એકાંતવાસ દરમિયાન મોઝીઝના દિવસો ચિંતન-મનનમાં પસાર થવા લાગ્યા. ત્યાં તેઓ એક વર્ષ રહ્યા. આ દરમિયાન મોઝીઝે લગ્ન પણ કર્યા. યહૂદી ગુલામોનો ઉદ્ધાર કરવાનો વિચાર મોઝીઝના મનમાં ધીરે ધીરે બળવાન બનતો જતો હતો. એક દિવસ મોઝીઝને સ્વપ્રમાં યહોવાહે-ઈશ્વરે યહૂદીઓનો બચાવ કરવાની આજ્ઞા કરી. આ પછી મોઝીઝે યહૂદીઓના ઉદ્ધારકાર્યને હાથ ધર્યું. - સંત મોઝીઝ ફરી ઇજિપ્ત ગયા. ચિંતન અને સાધનાથી તેમનામાં અપાર મનોબળ પ્રગટ્યું હતું. વળી, ઈશ્વરી આદેશમાં શ્રદ્ધા હોવાથી તેમણે ગુલામી દશામાંથી યહૂદી પ્રજાનો ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું અને તેમાં સફળતા મેળવી. યહૂદી ગુલામોને સ્વતંત્ર કરીને પોતાની સાથે લઈ જવાની સંત મોઝીઝને છૂટ મળી એ કંઈ નાનીસૂની વાત ન હતી. સંત મોઝીઝે યહૂદીઓને વચન આપ્યું : “હું તમને એવા પ્રદેશમાં લઈ જઈશ જ્યાં શાંતિ-સમૃદ્ધિ હશે અને એવો એક ઈશ્વર હશે જે તમારી બધી ઇચ્છાઓ પરિપૂર્ણ કરશે.” યર્દીઓને લઈને મોઝીઝ આગળ ચાલ્યા. તેઓ સિનાઈ પર્વત