________________ ધર્મતત્ત્વવિચાર પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ બની રહે છે. આથી જ કુરાન આજ્ઞા આપે છે કે “પોતાના પાલનકર્તા અલ્લાહનું નામસ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી એનામાં જ ચિત્ત ચોંટાડો.” બાઈબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે “નિરંતર પ્રાર્થના કરતો રહે.”૯ ગાંધીજીએ પણ લખ્યું છે કે “પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે, અને તેથી એ દરેક મનુષ્યના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ છે, હોવું જોઈએ.”૧૦ આનો અર્થ એ કે સાચા ધાર્મિક માણસનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય જ હોય છે. ધાર્મિક જીવનમાં ભક્તિનું એટલું બધું મહત્ત્વ છે કે એમ કહી શકાય કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ હોતો જ નથી. ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મમાં ભક્તિની અનિવાર્યતા છે, એટલું જ નહિ ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા પણ છે. અમુક માણસ ધાર્મિક ન હોય છતાં તે જ્ઞાની, નીતિમાન કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પણ ભક્ત હોઈ શકતો નથી. બીજા શબ્દોમાં પણ સંભવી શકે છે, પણ ભક્તિ તો હંમેશાં ધર્મની સાથે જોડાયેલી જ રહે છે. જે માણસ ભક્ત હોય તે ધાર્મિક હોય જ છે એમ કહેવાનો અર્થ એ છે કે સાચી ભક્તિ ક્યારેય ધર્મનાં બીજાં ત્રણ અંગ વગરની હોતી જ નથી. જે માણસ પોતાને ભક્ત કહેવડાવતો હોય અને છતાં જો તેનામાં જ્ઞાનીનાં લક્ષણો ન હોય, સદાચાર માટેનો આગ્રહ ન હોય, અને જગતના વિષયભોગ પ્રત્યે વૈરાગ્ય ન હોય તો તેના પરથી એમ કહી શકાય કે એ માણસ ભક્તિનો મર્મ પામ્યો નથી. અર્થાત એ સાચો ભક્ત નથી, કારણ કે સાચી ભક્તિ એ ધાર્મિક જીવનનું એક એવું અંગ છે કે જેની હાજરી માત્રથી જ ધાર્મિક જીવનનાં બીજાં અંગો આપોઆપ હાજર થઈ જાય છે. અખાજીની નીચેની સાખીઓમાં ભક્તિના આ મહિમાની ઝાંખી થાય છે : કબ છુ પ્રહલાદ પિંગળ પઢે ? ! કબ વ્યાકરણનામા કબીર? ! ભક્તિ ખંભ ભયે અખા ! સબ સાધુ કે પીર. !11 ધાર્મિક જીવનમાં નીતિ (સ્વધર્મનું સ્થાન : ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય એ પૂરતું નથી. તે પરોપકારી અને સદાચારી પણ હોવો જોઈએ. “મુખમેં રામ ઔર બગલમેં છૂરીના સૂત્રને અનુસરનારો માણસ ધાર્મિક જીવન જીવતો નથી પણ “ધર્મને નામે ધતિંગ' ચલાવે છે. એથી જ કુરાનમાં કહ્યું છે કે “શું તમને ખબર છે કે ધર્મને ખોટો બનાવનાર કોણ છે? એવા માણસો તો તેઓ છે કે જેઓ અનાથોને સતાવે છે અને જેઓ ગરીબોને સતાવે છે અને જેઓ ગરીબોને અન્નદાન દેવા ઉપર ભાર નથી મૂક્તા. આવા લોકો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેમના ઉપર દયા છૂટે છે, કારણ કે તેઓ નમાજનો ધર્મ સમજતા નથી; તેઓ માત્ર બાહ્ય દેખાવ કરે છે ને દાનપુણ્યમાં પાછા પડે છે.”૧૨ ભાગવતમાં પણ શ્રીકૃષ્ણ કહે છે કે, “સર્વ પ્રાણીમાં