________________ શીખ ધર્મ 139 ગુરુઓ સરળ ભાષામાં શીખોને ઉપદેશ છે, “જે પરિશ્રમ કરીને ખાય છે અને એમાંથી પોતાના હાથે બીજાને કંઈ આપે છે તે જ ધર્મનો માર્ગ પિછાણે છે. તું ઉદ્યમ કરીને જીવ (ભીખ માગીને નહિ); કમાઈને સુખ ભોગવ; ધ્યાન ધરીને તું પ્રભુને મળ; એટલે તારી ચિંતા ટળી ગઈ.૪૪ નાનક કહે છે : “મનુષ્યને પરલોકમાં એ જ મળે છે, જે એ પ્રામાણિકપણે કમાય છે અને એમાંથી બીજાને આપે છે... અને તેઓ જ પવિત્ર છે જેના હૃદયમાં એ હરિનામનો નિવાસ છે.૪૫ શીખ ધર્મમાં તંબાકુ અને એવી નશીલી ચીજોનું સેવન, પરસ્ત્રીગમન, હલાલ કરેલા માંસનું ભક્ષણ કરવાનો અને કેશ કાપવાનો નિષેધ છે. પુત્રીને દૂધપીતી કરવાનો અને સતી થવાની પ્રથાનો પણ નિષેધ છે. કોઈની પાસે દાન ન માગવું, આવકના દશાંશનું દાન કરવું, મહેનતની કમાણીથી ગુજરાન ચલાવવું, ચોરી ન કરવી, ધર્માર્થ ધનમાં ભૂલથી પણ ઘાલમેલ ન કરવી, નાતજાતના ખ્યાલ છોડી એકબીજા સાથે બેસીને ભોજન કરવું, સૌને માનથી બોલાવવા, સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવાં, શસ્ત્રાસ્ત્રો વાપરવામાં નિપુણ થવું, મધુર અને સાચું બોલવું, સર્વ કાર્યોના આરંભે પ્રભુનું નામસ્મરણ કરવું વગેરે આચારનું વિધાન છે. પરસ્ત્રીને માતા જાણીને કામ; નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજીને તેનું રક્ષણ કરીને ક્રોધ; પરધનને અગ્રાહ્ય સમજીને લોભ; સર્વ સુંદર પદાર્થોને નશ્વર સમજીને મોહ અને સગુણોમાં પોતાનાથી શ્રેષ્ઠ મનુષ્યોને જોઈને અહંકાર એમ પાંચ દુર્ગણોનો સગુણોના વિકાસ દ્વારા ત્યાગ કરવાનો અનુરોધ છે.? શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને શ્રેષ્ઠ માને છે અને ગૃહસ્થજીવનનો મહિમા કરે છે. જે શીખ ખાલસા પંથમાં નથી હોતા પણ “ગુરુ ગ્રંથસાહેબ'માં શ્રદ્ધા રાખે છે તેઓ “સહજધારી' કહેવાય છે. તેઓ કેશ વધારતા નથી પણ ઉપર્યુક્ત નૈતિક સિદ્ધાંતોમાં માને છે. 6. ભક્તિભાવના : જગતમાં બે જાતના મનુષ્ય છે : મનમુખ અથવા વિષયાસક્ત અને ગુરુમુખ અથવા પરમાત્મા તરફ મુખવાળો. 8 કબીરે એનું ચોટદાર વર્ણન કર્યું છે : “વૈષ્ણવના ઘરની કૂતરી સારી, વિષયાસક્તની મા એ કૂતરી કરતાં પણ બૂરી છે, કારણ કે પેલી તો નિત્ય હરિનામનો યશ સાંભળે છે અને આ તો પાપની ખરીદી કર્યા કરે છે.૪૯ ...ચાર જાતની માળાઓ રાખીને વૈષ્ણવ થયો તેથી શું થયું? બહારથી તો શુદ્ધ કંચન દેખાય છે પણ ભીતર તો ભંગાર ભર્યો છે !"50 મનમુખ અને ગુરુમુખની જેમ “ગુરુ ગ્રંથસાહેબમાં કુચજી (દુરાચરણી જીવાત્મારૂપી સ્ત્રી); સૂચજી (સદાચરણી જીવાત્મારૂપી સ્ત્રી); ડોહાગણી (દુર્ભાગ્યવાળી) અને સોહાગણી (સૌભાગ્યવતી); અઉ-ગુણવંતી (અવગુણવંતી) અને ગુણવંતી શબ્દોનો પ્રયોગ આવે છે. 51