________________ 122 જગતના વિદ્યમાન ધર્મો વર્તમાન યુગમાં માણસ માનસિક તાણ અને ચિત્તની અશાંતિ અનુભવી રહ્યો હોઈ યોગ અને સમાધિ તરફ તે આકર્ષાયો છે. સમાધિમાર્ગનું ખેડાણ બૌદ્ધ ધર્મમાં વિશાળ બૌદ્ધ ધર્મમાં મૈત્રી અને કરુણાની જેવી વ્યાપકતા જોવા મળે છે તેવી બીજે ભાગ્યે જ જોવા મળે છે. આથી દબાયેલી, કચડાયેલી, પીડિત જનતાને બૌદ્ધ ધર્મમાં પોતાના ઉદ્ધારકનાં દર્શન થાય છે. આમ, બુદ્ધિવાદ, સમાનતા, વિચારસ્વાતંત્ર્ય, સદાચારની મહત્તા, સમાધિની પ્રતિષ્ઠા, મૈત્રી-કરુણાની વ્યાપકતા આ બધાં લક્ષણો બૌદ્ધ ધર્મની વિશેષતાનાં સૂચક છે.