________________ 12) જગતના વિદ્યમાન ધર્મો હોય છે. પ્રાણીઓની વિમુક્તિ વખતે આનંદનો જે સાગર ઊમટે છે તે જ પર્યાપ્ત છે, રસહીન વ્યક્તિગત મુક્તિને લઈ શું કરું?” સેવા દ્વારા બીજાઓના દુઃખ દૂર કરવાનો આનંદ નિર્વાણના આનંદથી વધુ શ્રેષ્ઠ છે. બોધિસત્ત્વો દલિત, પીડિત, વિપત્તિગ્રસ્ત ભયાકુલ અને શોકસંતપ્ત જનતાનો ઉદ્ધાર કરવા કૃતનિશ્ચયી પૂર્ણપુરુષો છે. ભારતીય ધર્મસાધનામાં સૌપ્રથમ બૌદ્ધ ધર્મે જ તથાગતની આરાધના અને લોકસેવા એક જ છે એમ કહી ભક્તિને લોકસેવા સાથે એકરાર કર દીધી છે. ભિક્ષુધર્મ સાથે સેવાકાર્યને જોડીને બૌદ્ધ ધર્મ ક્રાંતિકારી વિચાર-આચારને જન્મ આપ્યો છે. બૌદ્ધ ભિક્ષુઓ નિષ્ક્રિય જીવન ન વિતાવતાં લોક સેવાનાં કાર્યોમાં ભાગ લઈ દુઃખી જનતાનાં કષ્ટોને દૂર કરવામાં પોતાની પ્રવજ્યાના નિયમોની હાનિ સમજતા નથી એના મૂળમાં બોધિસત્ત્વનો આદર્શ છે. 7. વૈરાગ્યભાવનાઃ આપણે જોઈ ગયાં કે તૃષ્ણા જ સર્વ દુઃખનું મૂળ છે. તૃષ્ણા એ જ આસક્તિ યા રાગ છે રાગમાંથી મુક્તિ એ જ વૈરાગ્ય. આપણને સુંદર રૂપ જોવું ગમે છે, ખરાબ રૂપ જોવું ગમતું નથી. આપણને મિષ્ટાન ખાવું ગમે છે, કડવી દવા પીવી ગમતી નથી. ગમતી વસ્તુ પ્રત્યે રાગ બંધાય છે. રાગને કારણે ગમતી વસ્તુ મેળવવા આપણે ન કરવાનું કરીએ છીએ."આપત્તિઓ વહોરીએ છીએ, વિવેકબુદ્ધિ ગુમાવીએ છીએ અને હલકા પડીએ છીએ. આથી ગમતી વસ્તુઓ પ્રત્યેનો રાગ છોડવો જોઈએ. તે રાગ છૂટે એટલા માટે તે વસ્તુઓના દોષો વિચારવા જોઈએ. તે આ પ્રમાણે - “ગમતું રૂપ, ગમતા શબ્દો, ગમતી સુગંધ, ગમતો રસ અને ગમતો સ્પર્શ પામવા માણસ ધન કમાવા પાછળ પડે છે, ધન મેળવવા અનેક કષ્ટો વેઠે છે, અપમાનો સહન કરે છે અને પાર વિનાની ખટપટ કરે છે. આમ છતાં પણ જો ધન યા મનગમતી વસ્તુઓ ન મળે તો તે શોક પામે છે, ચિંતાથી મૂઢ બને છે. અને જો ધન યા મનગમતી વસ્તુઓ મળી જાય છે તો તેમને કોઈ પડાવી ન જાય, તેમનો વિયોગ ન થાય એને માટે તે ચિંતા કર્યા કરે છે. વળી, મનગમતી વસ્તુઓ મેળવવા ચોરી, લૂંટ, છેતરપિંડી વગેરે કરવામાં પણ તે પાછો પડતો નથી. પરિણામે તેને રાજ્યની શિક્ષાનો ભોગ બનવું પડે છે તેમજ લોકોમાં તેની પ્રતિષ્ઠા રહેતી નથી. ઉપરાંત, જગતની ચીજો નાશવંત છે. એટલે ગમતી વસ્તુઓ નાશ પામતા ચિત્ત ખિન્ન બની જાય છે. રાગી મનુષ્યને ચિત્તની શાન્તિ રહેતી નથી. તેનું જીવન ઝાંઝવાનાં જળની પાછળ દોડતા મૃગલાના જીવન જેવું વ્યર્થ જાય છે. મનુષ્યને સૌથી વધુ રાગ પોતાના શરીર પ્રત્યે હોય છે. તે રાગને દૂર કરવાના ઉપાય તરીકે બૌદ્ધ ધર્મ કાયમતાનુસ્મૃતિ ગણાવી છે. કાયા કેવા કેવા ગંદા પદાર્થોથી ભરપૂર છે તેમજ તેની કેવી કેવી દુર્દશાઓ થાય છે તેનું સતત ચિંતન એ જ કાયગતાનુસ્મૃતિ છે. મનુષ્ય વિચારે છે કે રોગો શરીરને પરેશાન કરે છે, ઘડપણ તેને ખોખલું કરે છે અને મૃત્યુ તેનો નાશ કરે છે. આ પ્રકારે શરીરના દોષો ચિંતવવાથી પોતાના તેમજ પારકાના